VMC recruitment for city engineer : જે પણ ઉમેદવાર મિત્રો એન્જીનીયર ફિલ્ડમાં શૈક્ષણિક લાયકાત ધરાવે છે તે ઉમેદવાર મિત્રો સરકારી નોકરીની શોધમાં છે તો તેઓ માટે સારા સમાચાર છે કારણ કે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે, જો તમે આ ભરતીમાં રસ ધરાવો છો તો તમારે આ લેખ છલ્લે સુધી જરૂર વાંચવો જોઈએ, અહી તમને આ ભરતી વિષે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આપી છે.
VMC Recruitment For City Engineer
વડોદરા મહાનગરપાલિકા પાલિકા દ્વારા સિટી એન્જીનીયરની ખાલી જગ્યા ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવી છે, હાલ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે પરંતુ ફોર્મ ભરતા પહેલા નીચે આપેલી માહિતી જરૂર જોઈ લેજો.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિટી એન્જીનીયરની જનરલ કેટેગરીમાં ખાલી પડેલી એક જગ્યા માટે ઓનલાઇન અરજીઓ મંગાવી છે.
કોણ અરજી કરી શકે ?
અરજી કરવા ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોવામાં આવે છે તો ચાલો તેના વિષેની માહિતી મેળવીએ.
શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ચાર્ટડ સિવિલ એન્જિનિયર અથવા ચાર્ટર્ડ એન્જિનિયર (ઇન્ડિયા) દ્વારા એક્ઝામિનેશન અથવા ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમા ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
હાલ ચાલુ ભરતી : 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, પગારધોરણ ₹35,000
આ ઉપરાંત ઉમેદવાર પાસે યોગ્ય અનુભવ પણ હોવો જોઈએ, અનુભવ વિશેની માહિતી માટે સત્તાવાર જાહેરાત જોઈ શકો છો.
હવે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો, અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 45 વર્ષ થી વધારે હોવી ન જોઈએ આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ ભરતીમાં જનરલ કેટેગરીમાં જ ખાલી જગ્યા છે તો અનામત કેટેગરીના ઉમેદવારોને પણ જનરલ કેટેગરીમાં જ ફોર્મ ભરવું પડશે.
પગાર ધોરણ
જે પણ ઉમેદવારની આ ભરતીમાં નિમણુક થાય છે તે ઉમેદવારને મહિને સાતમા પગાર પંચના લેવલ 12 મુજબ રૂપિયા 78,800 થી રૂપિયા 2,09,200 મળશે.
અરજી કરવા માટે છેલ્લી તારીખ અને અરજી પ્રક્રિયા
જે ઉમેદવાર મિત્રો ઉપર મુજબની લાયકાત ધરાવે છે અને ઓનલાઇન ફોર્મ ભરવા ઈચ્છે છે તો તે ઉમેદવારોએ તારીખ 26/09/2024 થી 15/10/2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોએ www.vmc.gov.in વેબસાઈટ પર જઈ, ફોર્મ ભરવા માટે જરૂરી વિગતો અને દસ્ટવેજો અપલોડ કરી છેલ્લી તારીખ પહેલાં અરજી કરવાની રહેશે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ફોર્મ ભરતા પહેલા આ ભરતીની તમામ માહિતી સતાવાર જાહેરાત માંથી મેળવી લેવી, સતાવાર જાહેરાત મેળવવા માટે www.vmc.gov.in વેબસાઈટ માંથી મેળવી શકશો.
આવી રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ સરકારી ભરતીની વધારે માહિતી માટે નીચે recruitment news લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે તે વિશેની માહિતી તમારી સામે ખુલી જશે, ધન્યવાદ.