VMC Fireman recruitment 2024-25: 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક

VMC Fireman recruitment 2024-25: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયરમેનની ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઉમેદવારોની અરજી મંગાવવા માટે જાહેરાત કરી દેવામાં આવી છે, તો ચાલો આ જાહેરાતમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી જેમકે શારીરિક લાયકાત, શૈક્ષણિક લાયકાત, ફોર્મ ભરવા માટેની અગત્યની તારીખો વગેરે વિશે માહિતી મેળવીએ.

ફાયરમેનની ભરતી માટે જાહેરાત | VMC Fireman recruitment 2024-25

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયરમેનની ભરતી કરવા માટે તારીખ 12/09/2024 થી 01/10/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો, અરજી કરવા માટે વીએમસી સતાવાર વેબસાઈટ www.vmc.gov.in પર અરજી કરવી પડશે, પરંતુ તે પહેલા ફાયરમેનની કઈ પોસ્ટ પર કેટલી જગ્યામાં છે તે વિશેની માહિતી જાણી લો.

ટોટલ 52 જગ્યાઓ પર ભરતી થશે

વીએમસી દ્વારા ટોટલ 52 જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં જનરલ કેટેગરી માટે 18 જગ્યા, ઈડબલ્યુએસ માટે પાંચ જગ્યા, ઓબીસી માટે 14 જગ્યા, એસસી માટે ચાર જગ્યા, એસટી માટે 10 જગ્યા અને પીએચ માટે બે જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.

કોણ કોણ અરજી કરી શકે છે

  • આ ફાયરમેનની ભરતીમાં અરજી કરવા માટે ત્રણ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે,
  • શારીરિક લાયકાત
  • ઉંમર મર્યાદા
  • શૈક્ષણિક લાયકાત

શારીરિક લાયકાત

જો તમારી ઊંચાઈ 165 સેમી, વજન 50 કિલોગ્રામ અને સામાન્ય સ્થિતિમાં છાતી 81 સેમી અને ફુલાવેલી સ્થિતિમાં છાતી 86 સેમી હોય તો તમે ફાયરમેનની ભરતી માટે યોગ્ય શારીરિક લાયકાત ધરાવો છો.

હાલ ચાલુ ભરતી : નવી સરકારી ભરતીની જાહેરાત, 28 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

ઉમર મર્યાદા

આ ભરતીમાં અરજી કરનાર ની ઉંમર 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ તેમજ 30 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય કોઈપણ સંસ્થા માંથી ધોરણ 10 પાસ કરેલું હોવા જોઈએ તેમજ વાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ આ ઉપરાંત તમને સારી રીતે તરતા આવડવું જોઈએ અને ગુજરાતી વાંચતા, લખતા અને બોલતા આવડવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ફાયરમેન ની નોકરી મેળવવા માટે સૌ પ્રથમ ઉપરની લાયકાત ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ શારીરિક ટેસ્ટ લેવામાં આવે છે જેમાં રોપ ક્લાઇમ્બિંગ, રનિંગ, સ્વિમિંગ, ડીપ ડાઈવિંગ, રનિંગ વિથ હોઝ પાઇપ અને લોંગ જંપ. આ છ ફિઝિકલ ટેસ્ટ પાસ કરવાની રહેશે. ત્યારબાદ 100 માર્કની એમસીક્યુ આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ બંને પરીક્ષામાં ઊંચું મેરીટ ધરાવતા ઉમેદવારને આ સરકારી નોકરી માટે સિલેક્ટ કરવામાં આવશે.

અરજી ફી અને પગાર ધોરણ

ઇડબલ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને પીએચ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી તરીકે 200 રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે આ સિવાયની કેટેગરીના ઉમેદવારોને ₹400 ચૂકવવાના રહેશે, આ અરજી ફી ઓનલાઇન ડેબિટ કાર્ડ ક્રેડિટ કે યુપીઆઈની મદદથી ચૂકવી શકો છો.

પગાર ધોરણની વાત કરીએ તો શરૂઆતના ત્રણ વર્ષ ફિક્સ પગાર તરીકે ₹26,000 આપવામાં આવે છે ત્યારબાદ પે મેટ્રિક લેવલ 2 મુજબ 19,900 થી 63,200 સુધીનો માસિક પગાર આપવામાં આવે છે.

Leave a Comment