Staff nurse recruitment 2024-25: નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ હેઠળ સરકારી હોસ્પિટલ, વેરાવળ, ગીર સોમનાથ દ્વારા ખાલી જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવી છે, હાલ અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ અરજી કરતા પહેલા તમારે આ ભરતી વિશેની જરૂરી માહિતી મેળવી લેવી જોઈએ જે નીચે મુજબ છે.
સરકારી હોસ્પિટલ, વેરાવળ, ગીર સોમનાથ વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત | Staff nurse recruitment 2024-25
સરકારી હોસ્પિટલ, વેરાવળ, ગીર સોમનાથ દ્વારા વિવિધ પોસ્ટ પર હાલ ખાલી જગ્યા ભરવા માટે તેમજ ભવિષ્યમાં વખતો વખત થનારી ખાલી જગ્યા માટે પ્રતીક્ષા યાદી બનાવવા માટે અરજીઓ મંગાવી છે, રસ ધરાવતા ઉમેદવારો 25/10/2024 થી 04/10/224 સુધી ઓનલાઇન અરજી કરી શકશે, તો ચાલો હાલ કઈ પોસ્ટ પર કેટલી જગ્યા છે તેની માહિતી જોઈએ.
નીચે દર્શાવેલી બધી જ પોસ્ટ પર એક-એક જગ્યા ખાલી પડેલી છે.
- મેડિકલ ઓફિસર ડેન્ટલ
- સ્ટાફ નર્સ
- ફિઝિયોથેરાપિસ્ટ
- ઓડિયોલોજિસ્ટ
- સાયકોલોજિસ્ટ
- ઓક્ટોમેટ્રિસ્ટ
- સોશિયલ વર્કર
- લેબોરેટરી ટેક્નિશિયન
- ડેન્ટલ ટેકનિશિયન
કોણ કોણ અરજી કરી શકે ?
કોઈપણ સરકારી ભરતીમાં અરજી કરવા માટે મુખ્યત્વે બે લાયકાત જોવામાં આવે છે, શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા. તો ચાલો સૌપ્રથમ શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી મેળવીએ.
- મેડિકલ ઓફિસર ડેન્ટલ માટે BDS (ડેન્ટલ કાઉન્શીલ ઓફ ઇન્ડિયા રજીસ્ટ્રેશન કરાવેલ હોવું ફરજિયાત છે.)
- સ્ટાફ નર્સ માટે 12 પાસ + B.Sc. Nursing / GNM (ગુજરાત નર્સિંગ કાઉન્શીલ રજીસ્ટ્રેશન કરાવેલ તેમજ કોમ્પ્યુટર નું બેઝિક નોલેજ હોવું ફરજિયાત છે.)
- ફિઝિયોથેરાપિસ્ટ માટે BPT
- ઓડિયોલોજિસ્ટ માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી બેચલર ડીગ્રી સ્પિચ અને લેંગવેજ પેથોલોજી
- સાયકોલોજિસ્ટ માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી માસ્ટર ડીગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ
- ઓક્ટોમેટ્રિસ્ટ માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી માસ્ટર ડીગ્રી ઇન ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા બેચલર ડીગ્રી ઇન ઓપ્ટોમેટ્રીસ્ટ
- સોશિયલ વર્કર માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી એમ.એસ.ડબલ્યુ
- લેબોરેટરી ટેક્નિશિયન માટે ડીપ્લોમાં અથવા બેચલર ડીગ્રી ઇન મેડીકલ લેબોરેટરી ટેક્નીકલ
- ડેન્ટલ ટેકનિશિયન માટે માન્યતા પ્રાપ્ત ઇન્સટીટ્યુટ માથી 1-2 વર્ષનો ડેન્ટલ ટેક્નીશીયન કોર્ષ
હાલ ચાલુ ભરતી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દ્વારા સરકારી ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકે
જો તમે ઉપર દર્શાવેલ લાયકાત કરતા સંબંધિત ક્ષેત્રમાં ઉચ્ચ લાયકાત ધરાવો છો તમને પ્રાધાન્ય આપવામાં આવશે.
હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો… ઉપરની દરેક પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉમર 40 વર્ષ થી વધારે ના હોવી જોઈએ.
પગાર ધોરણ
પગાર ધોરણની જાણકારી આપતા પહેલા તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવી રહી છે, હવે પગાર ધોરણની વાત કરીએ તો વિવિધ પોસ્ટ મુજબ અલગ અલગ પગાર આપવામાં આવે છે… જેમાં સૌથી નીચો પગાર ₹14,000 અને સૌથી ઊંચો પગાર ₹30,000 છે. પોસ્ટ મુજબ પગારની માહિતી મેળવવા સતાવાર જાહેરાત જુઓ.
આવી રીતે ફોર્મ ભરો
- સૌ પ્રથમ તમારે https://arogyasathi.gujarat.gov.in વેબસાઈટ ઓપન કરવાની છે.
- અહી મેઇન મેનૂમાં “પ્રવેશ” વિકલ્પ પસંદ કરવાનો છે.
- ત્યારબાદ “કરંટ ઓપનિંગ” વિકલ્પ પસંદ કરો.
- અહી હાલ ચાલુ ભરતીની લીસ્ટ દેખાશે, ત્યાં સ્ટાફ નર્સ ની ભરતી પર એપ્લાય નાવ પર ક્લિક કરી અરજી ફોર્મ ભરો.
મિત્રો આવી રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો તેમજ હાલ ચાલુ ભરતીની માહિતી મેળવવા માટે નીચે રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે માહિતી મળી જશે, ધન્યવાદ