SBI Recruitment 2024 Without Exam : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે અને આ ભરતીની ખાસ વાત એ છે કે તમે આ ભરતીમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી, અને વાર્ષિક પગાર પણ 45 લાખ રૂપિયા છે તો જો તમે બેંકમાં નોકરી કરવાનું વિચારી રહ્યા છો તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.
SBI માં નોકરી કરવાની સુવર્ણ તક | SBI Recruitment 2024 Without Exam
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લેખિત પરીક્ષા વગર જ નોકરી આપવામાં આવી રહી છે, આ નોકરીની ખાલી જગ્યા ની વાત કરીએ તો ટોટલ 58 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે ઉમેદવારો આ ભરતીનો ફોર્મ ભરવા માંગે છે તેઓએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિસિયલ વેબસાઈટ sbi.co.in પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.
ટોટલ 58 જગ્યા પર થશે ભરતી
એસબીઆઇ દ્વારા જાહેર કરાયેલ આ 58 જગ્યા માટે અલગ અલગ પોસ્ટ મુજબ જગ્યા ની વાત કરીએ તો, ડીપ્ટી પ્રેસિડેન્ટ માટે ત્રણ જગ્યાઓ, આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ માટે 30 જગ્યાઓ અને સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ માટે 25 જગ્યાઓ છે. આ દરેક પદ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાતની જરૂર પડે છે જે નીચે મુજબ છે.
જરૂરી શૈક્ષણિક લાયકાત
ડીપ્ટી પ્રેસિડેન્ટ કદ પર નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ બીઈ બીટેક અથવા એમસીએ અથવા એમટેક કરેલું હોવું જોઈએ હવે આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ પદ માટેની લાયકાત જોઈએ તો, બી ટેક અથવા બીસી અથવા બીસીએ કરેલું હોવું જોઈએ તેમજ આ પોસ્ટ પર જોબ કરવા માટે ફરજિયાત દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ ઉપરાંત વધારાની માહિતી માટે તમે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ શકો છો.
અરજી કરવાની તારીખ અને અરજી ફી
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની આ નોકરી મેળવવા માટે તમારે 24 સપ્ટેમ્બર 2024 સુધીમાં sbi.co.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ અરજી ફીની વાત કરીએ તો એસટી અને એસ સી કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવાની નથી જ્યારે આ સિવાયના કેટેગરીના લોકોને અરજી ફી તરીકે રૂપિયા 750 ભરવાના રહેશે.
પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા
અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ પગાર આપવામાં આવે છે જેમ કે ડીપ્ટી પ્રેસિડેન્ટ પદ માટે સીટીસી ₹45,000,00 અને આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ માટે સીટીસી ₹35,000,00 તેમજ સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ માટે સીટીસી ₹29,000,00 નક્કી કરવામાં આવ્યું છે.
હવે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌ પ્રથમ બધા જ યોગ્ય ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ ના આધારે મેરીટ મુજબ ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે આ ઉપરાંત આ જોબ ત્રણ વર્ષ માટે આપવામાં આવશે ત્યારબાદ વધારાના બે વર્ષ સુધી પણ આ જોબ લંબાવવામાં આવી શકે છે.
કઈ ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે ?
અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ઉંમર મર્યાદા નથી કરવામાં આવી છે જેમ કે ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ માટે ઉમેદવારની ઉંમર 31 થી 45 વર્ષની ઉંમર આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ માટે 29 થી 42 વર્ષ અને સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવની માટે ઉંમર 27 થી 40 વર્ષની ઉંમરના ઉમેદવારો આ નોકરી માટે અરજી કરી શકે છે.