SAIL Recruitment 2024: સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે, આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ 18/09/2024 ના રોજ શરૂ થઈ ગઈ છે, ચાલો જાણીએ કે કેટલા પદ પર કેટલી જગ્યાઓ માટે ભરતી થશે તેમજ અરજી ફી અને અરજી ક્યાં કરવી ઉપરાંત કોણ કોણ અરજી કરી શકે છે, તે વિશેની માહિતી.
SAIL Recruitment 2024
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટોટલ 356 જગ્યા પર એપ્રેન્ટીન્સની ભરતી કરવા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે, જો તમે ગ્રેજ્યુએટ, આઇટિઆઇ કરેલ છે તો તમે આ ભરતીમાં ભાગ લઈ શકશો તો ચાલો પોસ્ટ મુજબ જગ્યાની માહિતી મેળવી લઈએ.
- ટ્રેડ એપ્રેન્ટીન્સ માટે 165 જગ્યાઓ
- ટેકનેશિયન એપ્રેન્ટીન્સ માટે 135 જગ્યાઓ
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટીન્સ માટે 53 જગ્યાઓ
આમ ટોટલ 356 પર એપ્રેન્ટીન્સની કરવામાં આવશે, આ માટે તમે sailcareers.com પર ઓનલાઇન અરજી કરી શકો છો.
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ અને અરજી ફી
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જાહેર કરાયેલ આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 18/09/2024 ના રોજ જ શરૂ થઈ ગઈ છે પરંતુ જે ઉમેદવારો ફોર્મ ભરવા ઈચ્છે છે તેઓ તારીખ 30/09/2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોને જણાવી દઈએ કે તમારે ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી, આ ભરતીમાં તમે વિનામૂલ્યે અરજી કરી શકો છો.
શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા
ટ્રેડ એપ્રેન્ટીન્સ માટે ઉમેદવારોએ સંબધિત ક્ષેત્રમાં આઇટીઆઇ કરેલું હોવું જોઈએ તેમજ ટેકનેશિયન એપ્રેન્ટીન્સ માટે ઉમેદવારે એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ આ ઉપરાંત ગ્રેજ્યુએટ એપ્રેન્ટીન્સ માટે ઉમેદવારે બીઈ/ બીટેક કરેલું હોવું જોઈએ.
આ ઉપરાંત ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉમર 18 વર્ષથી 28 વર્ષ સુધીની હોવી જોઈએ, લાયકાત માટેની વધારે માહિતી માટે તમે સતાવાર જાહેરાત જોઈ શકો છો.
હાલ ચાલુ ભરતી :
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીની જાહેરાત, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14/10/2024
- ઈસરોમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, 18 વર્ષના ઉમેદવારો પણ અરજી કરી શકશે, અરજી પ્રક્રિયા શરૂ છે.
અરજી કેવી રીતે કરવી
- જો તમે યોગ્ય લાયકાત ધરાવો છો તો તમારે સૌ પ્રથમ sailcareers.com વેબસાઈટ ઓપન કરવી પડશે.
- અહી તમારે Job Openings નો વિકલ્પ પસંદ કરવાનો થશે.
- ત્યારબાદ તમારે Sail Rourkela Steel Plant Trade / Technician / Graduate Apprentices 2024 પસંદ કરવાનું થશે.
- ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે.
- આ બધી વિગત ભરાઈ ગયા બાદ, ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢવાની રહેશે.
જો તમે હાલ ચાલુ ભરતીની માહિતી મેળવવા માંગો છો તો ઉપર મેન મેનુ માં જઈ રિક્રુમેન્ટ ન્યુઝ સિલેક્ટ કરશો એટલે હાલ ચાલુ સરકારી ભરતીની માહિતી આવી જશે, તેમજ તમારા દોસ્તને નોકરીની જરૂર હોય તો તેને જરૂર શેર કરજો.