rrb ntpc notification 2024 : રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા નોન ટેકનીકલ પોપ્યુલર કેટેગરી માટે ટોટલ 11,558 જગ્યાઓની ભરતી કરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે, આ ભરતી માં ઓછામાં ઓછી 12 પાસ જેટલી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે, તો ચાલો જાહેરાતમાં આપેલી મહત્વપૂર્ણ જાણકારી વિશે ચર્ચા કરીએ.
પદનું નામ અને તેના માટે શૈક્ષણિક લાયકાત – rrb ntpc notification 2024
જે ઉમેદવારો સરકાર માન્ય કોઈ પણ સંસ્થા માંથી ગ્રેજ્યુએટ કરેલું છે તે ઉમેદવાર મિત્રો નીચેના પદ પર અરજી કરી શકશે.
- ટ્રેન મેનેજર
- ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર
- સિનિયર ક્લાર્ક કમ ટાઈપીસ્ટ
- જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપીસ્ટ
- સ્ટેશન માસ્ટર
જે ઉમેદવારો સરકાર માન્ય કોઈ પણ સંસ્થા માંથી 12 પાસ કરેલું છે તે ઉમેદવાર મિત્રો નીચેના પદ પર અરજી કરી શકશે.
- જુનિયર ક્લાર્ક કમ ટાઈપીસ્ટ
- એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપીસ્ટ
- ટ્રેન ક્લાર્ક
- કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક
અરજી કરવા માટેની તારીખ
ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે 14 સપ્ટેમ્બર 2024 થી 13 ઓક્ટોબર 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે જ્યારે 12 પાસ લેવલની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે 21 સપ્ટેમ્બર 2024 થી 20 ઓક્ટોબર 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ
આ સરકારી નોકરી મેળવવા માટે તમારે સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ દેવી પડશે ત્યારબાદ આ ટેસ્ટમાં સફળ ઉમેદવારોને ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહેશે, આ બંને ટેસ્ટ માં સફળ ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરીફીકેશન બાદ નોકરી માટે સિલેક્ટ કરવામાં આવશે. જો તમે આ નોકરી મેળવો છો તો તમને અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ પગાર આપવામાં આવશે, ટૂંકમાં શરૂઆતી પગાર 19,900 થી 35,500 સુધીનો છે.
અરજી ફી અને અરજી ક્યાં કરવી
જનરલ, ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી તરીકે રૂપિયા 500 ચૂકવવાના થશે જ્યારે એસએસસી એસટી અને પી એચ તેમજ દરેક મહિલા માટે અરજી ફી રૂપિયા 250 રાખેલ છે. જે જનરલ ઓબીસી અને ઇ ડબલ્યુએસ કેટેગરીના ઉમેદવાર મિત્રો કોમ્પ્યુટર બેજ ટેસ્ટમાં હાજર રહેશે તેઓને 400 રૂપિયા રિપોર્ટ આપવામાં આવે છે જ્યારે એસએસસી એસટી અને પીએચ તેમજ મહિલાઓને સંપૂર્ણ 250 રૂપિયાનો રિફંડ મળી જાય છે.
હાલ ચાલુ ભરતી : 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતી, છેલ્લી તારીખ પહેલા અરજી કરી દો
જો તમે રેલવેની આ ભરતીમાં ફોર્મ ભરવા નું ઈચ્છો છો તો તમારે rrbapply.gov.in વેબસાઈટ પર જઈ ફોર્મ ભરી શકો છો ઉપરાંત આર આર બી દ્વારા જાહેર કરાયેલ આ નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો.