Roadways Data Entry Operator Vacancy: જે ઉમેદવારો ઓછામાં ઓછું ધોરણ દસ પાસ છે અને તેઓને નોકરીની જરૂર છે તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો પરંતુ ફોર્મ ભરતા પહેલા આ ભરતીની માહિતી મેળવી લો જેમ કે ઉંમર મર્યાદા, પગાર ધોરણ તેમજ ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા વગેરે
Roadways Data Entry Operator Vacancy 2024
સામાન્ય રીતે આ ભરતી એપ્રેન્ટીન્સ માટે કરવામાં આવી રહી છે, તે માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જો તમે ધોરણ 10 પાસ છો અને હાલ નોકરીની શોધમાં છો તો તમારે જરૂર આ નોકરી માટે વિચારવું જોઈએ, આ ભરતી માટે ફોર્મ ઓનલાઈન જ ભરી શકાય છે.
પગાર ધોરણ અને ઉંમર મર્યાદા
જો તમારે આ ડેટા એન્ટ્રી ઓપરેટરની એપ્રેન્ટીન્સ માટે ફોર્મ ભરવું છે તો તમારી ઉંમર 18 વર્ષ થી ઓછી ન હોવી જોઈએ તેમજ 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ. જેવી રીતે અનામત કેટેગરીમાં ઉંમર માં છૂટછાટ આપવામાં આવે છે તેમ આ ભરતી માટે પણ અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમર માં છૂટછાટ મળે છે.
પગાર ધોરણની વાત કરીએ તો સ્ટાઇપેન્ડ તરીકે 5000 રૂપિયા થી 17,000 રૂપિયા આપવામાં આવે છે.
શૈક્ષણિક લાયકાત અને ટોટલ જગ્યાઓ
આ ડેટા એન્ટ્રી ઓપરેટરની એપ્રેન્ટીન્સ માટે તમે કોઈપણ સરકાર માન્ય સંસ્થા માંથી દસમા ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. હવે ટોટલ જગ્યાની વાત કરીએ તો, ટોટલ 19 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા
આ ડેટા એન્ટ્રી ઓપરેટરની એપ્રેન્ટીન્સ માટે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની રહેતી નથી, આ નોકરી મેળવવા માટે તમારે ઇન્ટરવ્યૂ આપવું પડશે ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થનાર ઉમેદવારની ડોક્યુમેન્ટ વેરીફિકેશન પ્રક્રિયા બાદ પસંદગી કરવામાં આવશે.
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ
ફોર્મ ભરવાની શરૂઆત 13/09/2024 ના રોજ થઈ ગઈ છે અને 13/10/2024 સુધી ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ફોર્મ ભરવા માટે કોઈપણ કેટેગરીના ઉમેદવારોને અરજીથી ચૂકવવાની રહેતી નથી, દરેક ઉમેદવારો વિનામૂલ્યે અરજી કરી શકે છે.
આવી રીતે ઓનલાઇન ફોર્મ ભરો
જો તમે ફોર્મ ભરવા ઈચ્છો છો તો તમારે તારીખ 13/09/2024 થી 13/10/2024 સુધીના એક મહિનાના સમગાળામાં https://www.apprenticeshipindia.gov.in આ વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે તેમજ દસ્તાવેજ અપલોડ કરવાના થશે.
જો મિત્રો તમે હાલ ચાલુ ભરતી ની માહિતી મેળવવા ઈચ્છો છો અને તેમાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો ઉપર મેન મેનુમાં જાય રિક્રુમેન્ટ ન્યુઝ સિલેક્ટ કરશો એટલે હાલ ચાલુ ભરતીની બધી જ પોસ્ટ ખુલી જશે, ત્યાંથી તમે માહિતી મેળવી અરજી કરી શકો છો.