RMC Recruitment 2024-25: નવી સરકારે ભરતીની જાહેરાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે, આ સરકારી ભરતીમાં સ્પર્ધા સાવ ઓછી છે તો તમે આ ભરતીમાં અરજી કરી સરળતાથી નોકરી મેળવી શકો છો. જો તમારે હાલ ખાસ નોકરીની જરૂર છે તો તમારે આ પોસ્ટ છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ, તો ચાલો આ ભરતીની માહિતી મેળવીએ.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જાહેરાત | RMC Recruitment 2024-25
આ સરકારી ભરતી કાયમી ધોરણે કરવામાં નથી આવી રહી, આ ભરતી 11 મહિનાના કરાર આધારિત કરવામાં આવી રહી છે એટલે જો હાલ તમારે ખાસ નોકરીની જરૂરિયાત છે તો તમે આ ભરતીમાં અરજી કરી શકો છો અને આ નોકરી માટે ઓનલાઇન કે રૂબરૂ અરજી સ્વીકારવામાં નહીં આવે, તમારે જણાવેલ સરનામા પર રજીસ્ટર એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ દ્વારા જ અરજી મોકલવી પડશે.
અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ આ ભરતી જેમ ટ્રેનર માટે છે અને ટોટલ ત્રણ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી રહી છે જેમાં બે જગ્યા પુરુષો માટે છે અને એક જગ્યા સ્ત્રી માટે છે, તો ચાલો હવે શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી મેળવી લઈએ.
જો અરજી કરનાર પુરુષ ઉમેદવાર છે તો તેણે કેન્દ્ર લેવલે, રાજ્ય લેવલે અથવા ઇન્ટરનેશનલ લેવલે થી પર્સનલ ટ્રેનિંગનું સર્ટિફિકેટ મેળવેલું હોય તો વધારે સારું આ ઉપરાંત જીમ ઇન્સટ્રક્ટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. તેમજ મહિલા માટે પણ ઉપર મુજબનું સર્ટિફિકેટ હોય તો વધારે સારું ઉપરાંત જીમ ઇન્સટ્રક્ટર તરીકે ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
પગાર ધોરણ, કાર્ય સ્થળ અને કામના કલાકો, છેલ્લી તારીખ
આ ભરતી 11 માસના કરાર આધારિત થઈ રહી છે, આ કરાર દરમિયાન તમને રૂપિયા 15000 નો માસિક પગાર ચૂકવવામાં આવશે, કાર્યસ્થળ ની વાત કરીએ તો…
- શેઠ હાઇસ્કુલ જીમમા પુરુષ માટે એક જગ્યા છે
- હૈદરી ચોક જીમમાં પુરુષ માટે એક જગ્યા છે
- નાનામવા મલ્ટી એક્ટિવિટી મહિલા જીમ ખાતે સ્ત્રી માટે એક જગ્યા છે
આ ઉપરાંત કામની કલાકો વિશે વાત કરીએ તો, ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આશરે 8 કલાકનો સમયગાળો ફાળવવો પડશે.
જો તમે આ નોકરી મેળવવા ઈચ્છો છો તો તમારે યોગ્ય સરનામે તારીખ 25/09/2024 સુધીમાં અરજી મોકલી દેવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
- જન્મ તારીખ નો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- જીમ ઇન્સટ્રક્ટર તરીકે અનુભવ માટેનો પુરાવો
- રહેણાંકનો પુરાવો
- વિશેષ લાયકાત ધરાવતા હોય તો તે અંગેના પ્રમાણપત્રો
અરજી કરવા માટે જરૂરી પગલા
જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છો છો તો તમારે આ ભરતીનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવીને ફોર્મ માં વિગતો ભર્યા બાદ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે અને ઓફિશિયલ નોટિફિકેશનમાં જે સરનામું દર્શાવ્યું છે તે સરનામે રજીસ્ટર એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલી દેવાની રહેશે, નીચે આ ભરતીનું અરજી ફોર્મ અને નોટિફિકેશન લિંક આપેલ છે, ત્યાંથી મેળવી શકો છો.
અરજી ફોર્મ અને નોટિફિકેશન માટે અહી ક્લિક કરો
હાલ ચાલુ ભરતી : 10 પાસ પર સરકારી નોકરી, 30/09/2024 પહેલા અરજી કરી દે જો.
મિત્રો નવી નવી સરકારી ભરતી અને યોજનાઓ વિશે સમયસર માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો.