Ravi Pak Biyaran Sahay Yojana: હવે શિયાળો નજીક આવી ગયો છે તેથી ગુજરાતના ખેડૂત મિત્રો શિયાળો પાકનું વાવેતર કરવા માટે બિયારણની ખરીદી કરવાનું વીચારી રહ્યા છે, એવામાં ગુજરાતના ખેડૂતો માટે બિયારણની ખરીદી કરવા માટે એક નવી યોજના અમલમાં આવી ગઈ છે. હાલ આ યોજનાની અરજી પ્રક્રિયા શરૂ જ છે. પરંતુ અરજી કરતાં પહેલાં આ યોજનાની માહિતી જાણી લઈએ.
શિયાળુ પાકના બિયારણની ખરીદી માટે સહાય | Ravi Pak Biyaran Sahay Yojana
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ યોજનાની માહિતી જાહેર કરવામાં આવેલી છે, આ યોજનામાં સમયસર અરજી કરનાર ખેડૂત મિત્રને બિયારણ ની ખરીદી માટે આર્થિક સહાય આપવામાં આવે છે, આ યોજના દ્વારા જીરું ચણા અને ઘઉંના બિયારણની ખરીદી માટે જ સહાય મળે છે. તો ચાલો હવે આ યોજનાની વિગતવાર માહિતી જોઈએ.
શું લાભ મળે છે
જે ખેડૂત મિત્ર આ યોજનામાં અરજી કરે છે અને તે ખેડૂતને આ યોજના દ્વારા લાભ મળે છે તો તેને ઘઉં, ચણા અને જીરું ની નીચેની જાત ના બિયારણ મળે છે.
- ચણાના બિયારણ માટે ચણામાં GJG-3, GG-5 અને GJG-6
- જીરૂ ના બિયારણ માટે જીરૂમાં GC-4
- ઘઉંના બિયારણ માટે ઘઉંમાં Lok-1 અને GW-496
આ યોજના માટે કેટલીક શરતો
- આ યોજનાની અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન રીતે જ કરવામાં આવે છે.
- ખેડૂત મિત્રોએ ઉપર દર્શાવેલ પાકો અને બિયારણ ની જાતો માંથી કોઈપણ એક પાકની એક જાતના બિયારણ માટે જ અરજી કરી શકશે.
- સરકાર પાસે આ બિયારણનો જથ્થો પૂરો થઈ જતા યોજના બંધ કરી દેવામાં આવશે એટલે કે જો અરજી વધુ પ્રમાણમાં થશે તો બધા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે.
- જો વધારે પ્રમાણમાં અરજી થાય છે તો ડ્રો દ્વારા લાભાર્થીની પસંદગી કરવામાં આવશે.
- હવે મળવા પાત્ર જથ્થાની વાત કરીએ તો ચણામાં વધુમાં વધુ 5 બેગ એટલે કે 125 kg જીરૂમાં 5 બેગ એટલે કે 10 કિલોગ્રામ અને ઘઉંમાં 10 બેગ એટલે કે એટલે કે 400 kg મુજબ મળવાપાત્ર થશે.
- ધ્યાન રાખવા જેવી બાબત કે લાભાર્થીને બિયારણ યુનિવર્સીટીના મેગાસીડ, જૂનાગઢ ખાતે થી જ આપવામાં આવશે.
- જે ખેડૂત મિત્રોનો બિયારણના લાભ માટે વારો આવે છે તેણે ઉપરના સરનામે ઓનલાઈન અરજી કરેલ ની પાવતી સાથે લાવવાની રહેશે.
- તમારો આ યોજનાના લાભ માટે વારો આવ્યું છે કે નહીં તેની માહિતી તમારા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે, એટલે ચાલુ મોબાઈલ નંબર જ ઓનલાઇન અરજી કરતી વખતે દાખલ કરવા.
- જે તારીખે બિયારણ લેવા બોલાવવામાં આવે તે જ તારીખે બિયારણ લેવા આવવું, નહીંતર આ યોજનાનો લાભ નહીં મળે.
અરજી કરવાની છેલ્લી તારીખ
આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂત મિત્રોએ તારીખ 24/09/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.
પશુઓ ધરાવતા માટે યોજના : એક પશુ દીઠ મળશે રૂપિયા 500 ની સહાય, ઘરે બેઠા આ રીતે ઓનલાઇન અરજી કરો
આ રીતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો
સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં www.jau.in નામની વેબસાઈટ ઓપન કરવાની છે. અહીં તમને મુખ્ય પેજ પર જ વચ્ચે આ યોજનામાં અરજી કરવાની લીંક મળી જશે. તે લીંક પર ક્લિક કરશો એટલે આ યોજનાની તમામ માહિતી દેખાશે, હવે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને આ યોજનામાં અરજી કરવા માટે કેટલીક વિગતો દાખલ કરવા માટે વિકલ્પો જોવા મળશે આ બધી જ માહિતી ભર્યા બાદ તમે અરજીને સબમીટ કરી શકો છો. ધ્યાન રહે આ અરજીની પ્રિન્ટ કાઢવાનું ન ભુલાય.