pm kisan 18th installment : ભારતના દરેક ખેડૂત મિત્રોને ખબર હશે કે કેન્દ્ર સરકાર દ્વારા ભારતના દરેક ખેડૂતોના ખાતામાં દર વર્ષે રૂપિયા 6000 ટ્રાન્સફર કરવામાં આવે છે, તમને ખ્યાલ જ હશે કે દર ચાર મહિને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 જમા થાય છે. આમ વર્ષમાં ત્રણ હપ્તા મળે છે જેમાં ખેડૂતોને ટોટલ 6000 રૂપિયા મળે છે.
કઈ તારીખે જમા થશે 18 મો હપ્તો | pm kisan 18th installment
2000 રૂપિયા મળવાનો છેલ્લો મહિનો નજીક અવતા જ ખેડૂત મિત્રમાં આતુરતા જોવા મળે છે કે કઈ તારીખે 18 મો હપ્તો ખાતામાં જમા થશે, જો હવે 18 માં હપ્તા દ્વારા રૂપિયા 2000 ખાતામાં જમા થવાની તારીખ વિશે વાત કરીએ તો ન્યુઝ મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર 5 ઓક્ટોબર 2024 ના રોજ ખેડૂતોના ખાતામાં 18 મો હપ્તો જમા થવાનું શરૂ થઈ જશે.
ખેડૂતો માટે યોજના : ખેડૂતોને તાડપત્રી ખરીદવા માટે હવે સરકાર આપશે નાણાકીય સહાય, જાણો કેવી રીતે અરજી કરવી
ખેડૂત મિત્રોને ખબર હશે કે 17 મો હપ્તો 18 જૂન 2024 ના રોજ જમાં થયો હતો પરંતુ ત્યારે પણ ઘણા ખેડૂતોની ફરિયાદ હતી કે તેઓના ખાતામાં 2000 રૂપિયા જમા નથી થયા, અને આ વખતે પણ જે ખેડૂતો ભૂલ કરશે તેના ખાતામાં 2000 રૂપિયા જમાં નહીં થાય.
આ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમાં નહીં થાય | pm kisan 18th installment ekyc
જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ જોડાયેલા છે અને તેઓએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરેલું તો તેવા ખેડૂતો ના ખાતામાં 18 મો હપ્તો જમા નહીં થાય, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે ઘરે બેઠા જ નીચે મુજબના સ્ટેપ ફોલો કરી ઈ કેવાયસી કરી શકો છો.
આ પ્રક્રિયા માટે સૌ પ્રથમ https://pmkisan.gov.in વેબસાઈટ ઓપન કરવાની રહેશે, અહીં તમારે “ફાર્મર કોર્નર” શોધવાનું છે ત્યાં ઈ કેવાયસી નું ઓપ્શન હશે તેના પર ક્લિક કરવાનું છે. હવે તમારે તમારો આધાર નંબર દાખલ કરવાનો છે. આધાર નંબર દાખલ કરતા જ આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે આ ઓટીપી દાખલ કરી, સબમિટ બટન પર ક્લિક કરશો એટલે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
18મો હપ્તો જમાં થયો કે નહીં આ રીતે જાણો | pm kisan 18th installment 2024 status check
- 18 મો હપ્તો જમા થયું છે કે નહીં તે ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ https://pmkisan.gov.in વેબસાઈટ ઓપન કરવાની છે.
- અહીં “ફાર્મર કોર્નર” વિભાગ શોધો.
- અહીં ‘બેનિફિશિયરી સ્ટેટસ’ વિકલ્પ આપેલો હશે તેના પર ક્લિક કરો.
- હવે તમારા આધાર કાર્ડ નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
- આ વિગત દાખલ થઈ ગયા બાદ “ગેટ ડેટા” બટન પર ક્લિક કરો.
- આ સાથે જ તમને જોઈતી માહિતી મળી જશે.
મિત્રો, આશા રાખું છું કે તમને આજની આ માહિતી પસંદ આવી હશે, જો આ માહિતી પસંદ આવી હોય તો તમારા વોટ્સ એપ ગ્રૂપમાં આ લેખ શેર કરો જેથી બધા ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે અને જેણે ઈ કેવાયસી ના કરાવ્યું હોય તે સરળતાથી ઘરે બેઠા કરી શકે, ધન્યવાદ.