Patdi Nagarpalika Recruitment : સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરપાલિકા દ્વારા સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતીમાં લેખિત પરિક્ષા વગર જ પસંદગી કરવામાં આવશે એટલે જે પણ ઉમેદવારો ગ્રેજ્યુએટ છે અને આ ભરતીમાં રસ ધરાવે છે તેઓ માટે આ ભરતીની જરૂરી માહિતી નીચે પ્રમાણે આપેલ છે, તો આ પોસ્ટ છેલ્લે સુધી જરૂર વાચજો.
Patdi Nagarpalika Recruitment
પાટડી નગરપાલિકા દ્વારા સિટી મેનેજરની પોસ્ટ પર ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે, આ પોસ્ટ પર હાલ ટોટલ એક ખાલી જગ્યા છે અને વધારામાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, આ ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છે છે તે ઉમેદવારોએ સરકાર માન્ય સંસ્થા માંથી B.E/B.Tech- Enviroment, B.E/B.Tech- Civil, M.E/M.Tech Enviroment, M.E/M.Tech Civil કરેલું હોવું જોઈએ.
આ ઉપરાંત ઉમેદવારે સબંધિત ક્ષેત્રમાં અનુભવ ધરાવતા હોવા જોઈએ, આ વિશે વધારે માહિતી સતાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.
પગાર ધોરણ
જે પણ ઉમેદવારોની આ ભરતીમાં પસંદગી થાય છે તે ઉમેદવારને મહિને રૂપિયા ત્રીસ હાજર રૂપિયા પગાર આપવામાં આવશે, આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ ભરતી 11 મહિનાના કરાર આધારિત કરવામાં આવી રહી છે.
તારીખ, સમય અને સ્થળ
તારીખની વાત કરીએ તો 18/10/2024 અને રજીસ્ટ્રેશનનો સમય સવારે 10 વાગ્યા થી 11 વાગ્યા સુધીનો રહેશે અને ઇન્ટરવ્યૂની શરૂઆત બપોરે બાર વાગ્યાથી થશે, હવે સ્થળની વાત કરીએ તો પાટડી નગરપાલિકા કચેરી, પાટડી છે.
ઇન્ટરવ્યૂ આપવા જાવ ત્યારે ઉમેદવારે એજ્યુકેશન કવોલોફિકેશનના તમામ ઓરીજનલ સર્ટીફીકેટ અને નકલો સાથે લાવવી તેમજ પાસપોર્ટ સાઈઝના બે ફોટા સાથે લાવવાના રહેશે.
ખાસ નોંધ : જો તમે આ ભરતીમાં રસ ધરાવો છો તો સતાવાર જાહેરાત માંથી જરૂરી તમામ માહિતી મેળવ્યા બાદ જ આગળનો નિર્ણય કરવો.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, જો તમારા કોઈ મિત્રને નોકરીની જરૂરિયાત હોય તો તેને આ પોસ્ટ જરૂર શેર કરજો અને આવી રીતે સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહેજો, ધન્યવાદ.