NTPC recruitment 2024: નવી સરકારી ભરતીની જાહેરાત, ₹2,00,000 સુધીનો પગાર આપવામાં આવે છે.

NTPC recruitment 2024: એનટીપીસી દ્વારા સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જો તમે સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા હોય અથવા તો સરકારી નોકરીની શોધમાં છો તો તમારે આ આર્ટીકલ એકવાર જરૂર વાંચવો જોઈએ. આ આર્ટીકલ માં એનટીપીસી દ્વારા જાહેર કરાયેલું નોટિફિકેશન મ આપેલી મહત્વપૂર્ણ જાણકારી ની માહિતી આપેલી છે, તો ચાલો એક પછી એક આ માહિતી જોઈએ.

250 જગ્યા ઉપર થશે ભરતી | NTPC recruitment 2024

એનટીપીસી દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ડેપ્યુટી મેનેજર માટે ટોટલ 250 ની જગ્યાઓ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે, આ ભરતીમાં ઓનલાઇન અરજી પ્રક્રિયા 14 સપ્ટેમ્બર 2024 ના રોજ શરૂ થશે. આ ભરતીમાં અરજી કરવા https://careers.ntpc.co.in/recruitment/ લિંક ઓપન કરી અરજી કરી શકો છો.

અલગ અલગ પોસ્ટ માટે જગ્યાઓ

  • ઈલેક્ટ્રિકલ ઇરેક્શન માટે 45 જગ્યા
  • મેકેનિકલ ઇરેક્શન માટે 95 જગ્યા
  • સી એન્ડ આઈ ઇરેક્શન માટે 35 જગ્યા
  • સિવિલ કન્સ્ટ્રક્શન માટે 75 જગ્યા

આમ ટોટલ 250 ની જગ્યા ઉપર ભરતી થશે.

અલગ અલગ પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત

નીચેના કોષ્ટકમાં શૈક્ષણિક લાયકાત દર્શાવ્યું છે, અને અનુભવની વાત કરીએ તો દરેક પોસ્ટ માટે દસ વર્ષનો અનુભવ જરૂરી છે.

પદનું નામશૈક્ષણિક લાયકાત
ઈલેક્ટ્રિકલ ઇરેક્શનઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બીઈ/બીટેક
મેકેનિકલ ઇરેક્શનમિકેનિકલ એન્જિનિયરિંગમા બીઈ અથવા બીટેક
સી એન્ડ આઈ ઇરેક્શનઇલેક્ટ્રોનિક્સ અથવા કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટ માં બીઇ અથવા બીટેક
સિવિલ કન્સ્ટ્રક્શનસિવિલ એન્જિનિયરિંગમાં બીઈ અથવા બીટેક

મહત્વપૂર્ણ તારીખ

જો તમે ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ માટે યોગ્ય છો તો તમે આ ભરતીમાં તારીખ 14 સપ્ટેમ્બર 2024 થી 28 સપ્ટેમ્બર 2024 સુધી https://careers.ntpc.co.in/recruitment/ આ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકો છો.

પગાર કેટલો આપવામાં આવે છે

આ પોસ્ટ પર શૈક્ષણિક લાયકાત અને અનુભવ લેવલ છે તો પગારનું લેવલ પણ ઊંચું જ હોય ને… એટલે કે જો તમે આ ભરતીમાં સફળ થઈ અને નોકરી મેળવો છો તો તમને રૂપિયા સિત્તેર હજારથી બે લાખ સુધીનો પગાર આપવામાં આવે છે.

હાલ ચાલુ ભરતી : 12 પાસ પર રેલવે વિભાગમાં આવી મોટી ભરતી, આ ભરતી પણ ગ્રેજ્યુએશન ઉપર થઈ જાય તેની પહેલા તાક ઝડપી લો.

આ ઉપરાંત તમારે આ સરકારી નોકરી મેળવવી હોય તો સૌ પ્રથમ લેખિત પરીક્ષા પાસ કરવી પડે છે ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, આ બે સ્ટેજમાં પાસ થઈ ઊંચું મેરીટ ધરાવતા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. આ ઉપરાંત વધારાની માહિતી માટે તમે ntpc.co.in વેબસાઈટ પરથી ઓફિસિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરી મેળવી શકો છો, તેમજ આવી જ રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો.

Leave a Comment