New Swarnim Yojana Gujarat : મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ₹1,00,000ની નાણાકીય સહાય, જાણો આ યોજનાની માહિતી

New Swarnim Yojana Gujarat : જે પણ મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે પરંતુ તેઓ પાસે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પૂરતા પ્રમાણમાં પૈસા નથી તો તેઓને હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકાર દ્વારા આ મહિલાઓને રૂપિયા એક લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો આ આર્ટીકલ છેલ્લે સુધી જરૂર વાંચજો કેમ કે અહીં તમને આ યોજના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપેલી છે.

મહિલાઓને રૂપિયા એક લાખની આર્થિક સહાય | New Swarnima Yojana Gujarat

સ્વર્ણિમાં યોજના દ્વારા જે મહિલાઓ પોતાના દિવસે શરૂ કરવા ઈચ્છે છે તે મહિલાઓને સરકાર દ્વારા ઓછા વ્યાજ દરે ₹1,00,000 ની લોન આપવામાં આવે છે. જેથી મહિલાઓ ખુદનો વ્યવસાય શરૂ કરી શકે અને આત્મનિર્ભર બની શકે, આ લોન 5% ના વાર્ષિક વ્યાજદરે આપવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો તમારી પાસે જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ તેમજ આ યોજનાની કેટલીક શરતોનું પાલન કરવુ પડશે, તો ચાલો જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે કઈ કઈ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે.

જરૂરી દસ્તાવેજની યાદી

  • અરજી કરનાર મહિલાનું આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • બેંક ખાતાના પાસબુકની નકલ, જેમાં જરૂરી વિગત સ્પષ્ટ દેખાઈ એવી
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • શાળા છોડ્યાનું સર્ટિફિકેટ અથવા બર્થ સર્ટિફિકેટ
  • તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

સ્વર્ણિમાં યોજનાનો લાભ લેવા માટે અરજદારે કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડે છે, જેની માહિતી નીચે મુજબ છે.

સ્વર્ણિમાં યોજનાના નિયમો

  • આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા મહિલાની ઉંમર 21 વર્ષ થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • અરજી કરનાર મહિલાના કુટુંબની વાર્ષિક આવક ₹3,00,000 કરતા વધારે હશે તો તેને આ યોજના દ્વારા લોન નહીં મળે.
  • કુટુંબના કોઈ વ્યક્તિએ આ યોજનાનો લાભ મેળવેલ છે તો હવે કુટુંબના બીજા કોઈ પણ સભ્યને આ યોજનાનો લાભ નહીં મળે.
  • આ યોજનાનો લાભ આજીવન ફક્ત એકવાર જ મળે છે.
  • યોજનાનો લાભ લેનાર મહિલાએ 60 સરખા માસિક હપ્તામાં વ્યાજ સહિત લોનની ભરપાઈ કરવાની રહેશે.
  • સ્વર્ણિમાં યોજનાનો લાભ ફક્ત ઠાકોર અને કોળી જાતિની મહિલાઓને જ આપવામાં આવે છે.
  • આયોજન લાભ લેવા માટે અરજદાર મહિલાએ છેલ્લી તારીખ પહેલા અરજી કરવી પડે છે.

અગત્યની સૂચના : જો તમારી પાસે રાશન કાર્ડ છે તો તમને આ માહિતીની જાણકારી હોવી જોઈએ, નહિતર 1 સપ્ટેમ્બર પછી…

અરજી કરવા માટે છેલ્લી તારીખ

જો મહિલા આ યોજનાનો લાભ લેવા ઇચ્છે છે અને ઉપર મુજબની શરતોનું પાલન કરે છે તો તે મહિલા તારીખ 26/09/2024 થી 25/10/224 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

ઓનલાઇન અરજી ક્યાં કરવી ?

ઓનલાઇન અરજી કરવા માટે તમારે https://gtkdconline.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરવાની રહેશે, અહી તમને NEW SWARNIM YOJANA (2024-25) વિકલ્પ દેખાશે, તેની બાજુમાં જ હાઉ ટુ એપ્લાય લખેલું હશે તેના પર ક્લિક કરશો એટલે કેવી રીતે અરજી કરવી તેની માહિતી મળી જશે. જો ડાયરેક્ટ અરજી જ કરવા ઈચ્છો છો તો એપ્લાઈ નાવ પર ક્લિક કરી અરજી કરી શકો છો.

મિત્રો આવી રીતે નવી નવી સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ જો તમારે અન્ય યોજનાની માહિતી મેળવવી હોય તો નીચે yojana લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે માહિતી મળી જશે, ધન્યવાદ.

Leave a Comment