Navsari Vijalpore Municipality Recruitment 2024: કયારેય તમે વિચાર્યું છે કે ફક્ત વાંચતા લખતા આવડતું હોય તેઓને પણ સરકારી નોકરી મળે છે અને એ પણ ₹21,100 ના પગાર ધોરણ સાથે. હા, નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી આ પ્રમાણે જ છે. જો તમારે સરકારી નોકરી જોઇએ છે અને તમને વાંચતા લખતા આવડે છે તો તમારે આ ભરતીમાં ફોર્મ ભરવું જ જોઈએ અને આ લેખ છેલ્લે સુધી વાંચવો જોઈએ.
Navsari Vijalpore Municipality Recruitment 2024
નવસારી વીજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ કર્મીના પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, ફોર્મ ભરવાની શરૂઆત 13, સપ્ટેમ્બર 2024 ના રોજ થી થઈ ગઈ છે. અને 13 ઓક્ટોબર 2024 સુધી ફોર્મ ભરી શકાશે પરંતુ આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ નથી ભરવાના દર્શાવેલ સરનામે પોસ્ટ દ્વારા અરજી પહોંચાડવાની રહેશે.
જગ્યાનું નામ અને ટોટલ જગ્યા
નવસારી વીજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ કર્મીના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે આ સફાઇ કર્મીના પદ માટે ટોટલ 94 જગ્યાઓ છે અને તેમાં મહિલાઓ માટે 30 જગ્યાઓ છે, આ ઉપરાંત કેટેગરી મુજબ જગ્યાની વધારે માહિતી ઑફિસિયલ નોટીફિકેશન માં આપેલ છે.
ઉમરમર્યાદા અને પગાર ધોરણ
સફાઇ કર્મીના આ પદ માટે અરજી કરનારની ઉંમર 18 વર્ષથી 33 વર્ષ સુધીની હોવી જોઈએ આ ઉપરાંત સરકાર ના નિયમ મુજબ જે પ્રમાણે જેથી કેટેગરીના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટ મળે છે તે રીતે ઉંમર મર્યાદામાં છૂટ મળવા પાત્ર થાય છે.
પગાર ધોરણ જોઈએ તો, 5 વર્ષ સુધી 21,100 રૂપિયા માસિક ફિક્સ પગાર આપવામાં આવે છે ત્યાર બાદ સરકારના નિયમ મુજબ પગારમાં વધારો પણ થાય છે અને બીજા વધારાના ભથ્થા પણ મળે છે.
આ દસ્તાવેજો જોડવાના થશે
- જે ઉમેદવારો અનામત કેટેગરીના છે તેઓ એ જાતિનો દાખલો
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- જન્મનો દાખલો
- જે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તેનો પુરાવો
- દિવ્યાંગ ઉમેદવાર ને દિવ્યંગતાં નો પુરાવો
અરજી કેવી રીતે કરવી ?
- અરજી ઓનલાઈન થતી નથી તેથી તમારે ઑફિસિયલ નોટીફિકેશનમાં જણાવેલ સરનામે અરજી પહોંચાડવાની રહેશે.
- આ માટે https://www.navsarivijalporemunicipality.in વેબસાઈટ પરથી ઑફિસિયલ નોટીફિકેશન મેળવી લેવાની રહેશે.
- અહી મળેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી, તેમાં દરેક વિગત ભરો.
- હવે જરૂરી બધા ડોક્યુમેન્ટ્સ જોડી દો.
- ઑફિસિયલ નોટીફિકેશનમાં જણાવેલ સરનામે આ અરજી મોકલો.
- ધ્યાન રાખવું કે બિન અનામત કેટેગરીના ઉમેદવારોને અરજી ફી તરીકે ₹300 સાથે મોકલવાના રહેશે.
હાલ ચાલુ ભરતી : 10 પાસ ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત, 13 ઓક્ટોબર 2024 પહેલા અરજી કરી દે જો.
નોંધ : અરજી કરતા પહેલા https://www.navsarivijalporemunicipality.in પર થી ઑફિસિયલ નોટીફિકેશન મેળવી, તેની તમામ માહિતી વાંચીને જ અરજી કરવી.