Nabard Attendant Recruitment: 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, પગારધોરણ ₹35,000

Nabard Attendant Recruitment : NABARD એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુલર ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ભરતી ની જાહેરાત કરી છે, જો તમે ઓછામાં ઓછી 10 પાસ ની શૈક્ષણિક લાયકાત ધરાવો છો અને તમારે નોકરી ન જરૂરિયાત છે તો તમારે આ ભરતી વિશે જરૂર જાણવું જોઈએ, ભાઈ અમે તમને આ ભરતી વિશે મહત્વપૂર્ણ તમામ માહિતી આપી શકો તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.

Nabard Attendant Recruitment

NABARD દ્વારા હાલ આ ભરતી માટે શોર્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે, વિગતવાર નોટિફિકેશન બીજી ઓક્ટોબરે જાહેર થશે. પરંતુ હાલ શોર્ટ નોટિફિકેશનમાં જેટલી વિગત આપેલી છે તે વિગત વિશે માહિતી મેળવીએ, તો ચાલો જાણીએ કે આ ભરતીમાં ધોરણ 10 પાસ ના ઉમેદવારો માટે ટોટલ કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

આ ભરતી ઓફિસ અટેન્ડન્ટ ગ્રુપ સી પદ પર ટોટલ 108 જગ્યા પર કરવામાં આવશે, જો તમે આ ભરતીમાં રસ ધરાવો છો તો તમારે નીચે મુજબની માહિતી મેળવવી જોઈએ.

કોણ અરજી કરી શકશે ?

કોઈપણ ભરતીમાં અરજી કરવા માટે મુખ્યત્વે બે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત. તો ચાલો સૌપ્રથમ શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી જોઈએ.

શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો જે પણ ઉમેદવાર મિત્રએ સરકાર માન્ય સંસ્થા માંથી ધોરણ 10 પાસ કરેલું છે તે ઉમેદવાર મિત્ર આ ભરતીમાં ભાગ લઈ શકે છે.

હાલ ચાલુ ભરતી : લેખિત પરિક્ષા વગર જ સીધી ભરતી, આ તારીખ પહેલા અરજી કરી દે જો

હવે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો… NABARD દ્વારા જાહેર કરાયેલ શોર્ટ નોટિફિકેશન મુજબ જે ઉમેદવાર મિત્રની ઉંમર 18 વર્ષથી 30 વર્ષ સુધીની છે તે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરી શકશે.

પગાર ધોરણ

જે ઉમેદવાર આ ભરતીમાં સિલેક્ટ થાય છે તે ઉમેદવારને મહિને ₹35,000 પગાર આપવામાં આવશે.

અગત્યની તારીખ

જે પણ ઉમેદવાર મિત્ર પેપર મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ ઉંમર મર્યાદા ધરાવે છે તે ઉમેદવાર મિત્રો તારીખ 2 ઓક્ટોબર 2024 થી આ ભરતીમાં ઓનલાઇન અરજી કરી શકશે, આ ઓનલાઇન અરજી પ્રક્રિયા 21 ઓક્ટોબર 2024 સુધી ચાલુ રહેશે.

અરજી કયાં કરવી ?

જ્યારે અરજી પ્રક્રિયા શરૂ થાય ત્યારે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રો www.nabard.org વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકશે.

આ ઉપરાંત તમને ખાસ જણાવી દઈએ કે આ ભરતી નું વિગતવાર નોટિફિકેશન તારીખ 2 ઓક્ટોબર 2024 ના રોજ જાહેર થશે, જેમાં અલગ અલગ રાજ્ય વાઈસ જગ્યાઓની માહિતી, ઉંમરમાં મળવા પાત્ર છૂટ છાટ, પસંદગી પ્રક્રિયા, અરજી માટે ફી વગેરે જેવી તમામ માહિતી વિગતવાર જણાવવામાં આવશે. તેથી આ ભરતીમા રસ ધરાવતા ઉમેદવાર મિત્રોએ 2 ઓક્ટોબર 2024 એ www.nabard.org પરથી વિગતવાર જાહેરાત મેળવી લેવી અને ત્યારબાદ અરજી કરવી કે નહીં તે વિચારવું.

આવી જ રીતે નવી નવી સરકારી ભરતી વિષેની માહિતી સમયસર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો અને જો તમે હાલ ચાલુ ભરતીની માહિતી મેળવવા ઈચ્છો છો તો નીચે recruitment news લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે માહિતી મળી જશે, ધન્યવાદ.

Leave a Comment