mahila samridhi yojana gujarat 2024: ગુજરાત રાજ્ય દ્વારા મહિલાઓ માટે આ યોજના અમલમાં મૂકી છે, આ યોજનામાં હાલ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો જો કોઈ મહિલાને આ યોજના દ્વારા 50,000 રૂપિયાની સહાય મેળવવી હોય તો મહિલા સમૃદ્ધિ યોજનામાં અરજી કરી શકો છો, પરંતુ અરજી કરતા પહેલા આ યોજનાની માહિતી મેળવી લે જો.. જે નીચે પ્રમાણે છે.
મહિલા સમૃદ્ધિ યોજના 2024 | Mahila Samridhi Yojana Gujarat 2024
મહિલા સમૃદ્ધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે મહિલાઓ પોતાના પગભર થઈ આત્મનિર્ભર બને, આ માટે ગુજરાત સરકાર મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે રૂપિયા 50,000 સુધીની સહાય આપે છે. જેથી મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી પોતાનું ગુજરાન જાતે કરી શકે.
મહિલા સમૃદ્ધિ યોજના દ્વારા મળતા ફાયદાઓ
- મહિલા સમૃદ્ધિ યોજના દ્વારા અરજદાર મહિલાને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે.
- આ લોન પર ફક્ત વાર્ષિક 4% નું વ્યાજ ચૂકવવાનું રહે છે.
- આ યોજના દ્વારા લોન લેવાથી ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન મળે છે.
મહિલાઓ માટે યોજના : દર મહિને મહિલાઓના ખાતામાં રૂપિયા 1250 જમા થશે, આ રીતે કરો અરજી
મહિલા સમૃદ્ધિ યોજના દ્વારા લોન લેવા માટે નિયમો અને શરતો
- મહિલા સમૃદ્ધિ યોજના દ્વારા ફક્ત ગુજરાતની 18 થી 50 વર્ષ સુધીની ઉંમર ધરાવતી મહિલાઓને જ લોન આપવામાં આવે છે.
- ફક્ત અનુસૂચિત જાતિની મહિલાઓને જ આ યોજનાનો લાભ મળે છે.
- લીધેલ લોનની રકમ વ્યાજ સહિત સરખા 36 માસ ની અંદર ભરપાઈ કરવાની રહેશે.
- લોન લેનાર મહિલાના કુટુંબ સભ્ય માં કોઈ સરકારી કે અર્ધ સરકારી નોકરી ના કરતું હોવું જોઈએ.
- મહિલાના કુટુંબમાં કોઈએ કોઈ સરકારી યોજના દ્વારા લોન લીધેલ ના હોવી જોઈએ.
- મહિલાની વાર્ષિક આવક રૂપિયા 3,00,000 થી વધારે હશે તો આ યોજના દ્વારા લોન નહિ મળે.
ફોર્મ ભરવા માટેની તારીખ
મહિલા સમૃદ્ધિ યોજના દ્વારા જો તમે 50,000 ની લોન લેવા ઈચ્છતા હોય તો તમારે તારીખ 17/09/2024 થી 16/10/2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની થશે.
આ યોજનાની ઓનલાઇન અરજી તમે https://sje.gujarat.gov.in/gapb/ વેબસાઈટ પરથી કરી શકશો.
ફોર્મ ભરવા માટે આ દાસ્ત્વેજની જરૂર પડશે
- મહિલાનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બેંક ખાતાની પસબુકની નકલ
- મહિલાની જાતિનો દાખલો, અનુસૂચિત જાતિના છે તે પુરવાર કરવા માટે
- શાળા છોડ્યાનું સર્ટિફિકેટ અથવા જન્મ તારીખનો દાખલો જેથી સાબિત થઈ શકે કે અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષ થી 50 વર્ષ સુધીની છે.
- આવકનો દાખલો, ત્રણ લાખ થી વધારે આવક હશે તો લોન નહિ મળે.
મિત્રો આવી રીતે નવી નવી સરકારી યોજનાઓની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, તેમજ અન્ય આવી સરકારી યોજનાની માહિતી માટે ઉપર મેનુ માં જઈ યોજના પર ક્લિક કરશો એટલે હાલ ચાલુ યોજના વિશેની માહિતી આવી જશે, ધન્યવાદ.