Laptop Sahay Yojana 2024-25: વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે રૂપિયા 25,000 ની સહાય, અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

Laptop Sahay Yojana 2024-25: જે પણ વિદ્યાર્થી મિત્રોને લેપટોપ ખરીદવું છે પરંતુ હાલ નાણાકીય વ્યવસ્થા નથી તો તેણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગુજરાત સરકાર દ્વારા લેપટોપની ખરીદી માટે રૂપિયા 25,000 ની ચાહે આપવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જો તમે એક વિદ્યાર્થી છો અને લેપટોપ ખરીદવા માટે રૂપિયા 25,000 ની સહાય મેળવવી છે તો આ લેખ છેલ્લે સુધી વાંચજો.

લેપટોપ સહાય યોજના ગુજરાત | Laptop Sahay Yojana 2024-25

હાલ આધુનિક યુગમાં ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટે લેપટોપની જરૂર પડતી હોય છે પરંતુ વિદ્યાર્થીઓ પાસે માંડ માંડ કોલેજ ફી ના પૈસા ભેગા કરતા હોય છે એવામાં તેઓ લેપટોપ ખરીદી શકતા નથી આ સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, આ યોજના દ્વારા ધોરણ 12 પછી વિદ્યાર્થીને લેપટોપ ખરીદવું હોય તો તેને લેપટોપની ખરીદી માટે રૂપિયા 25000ની સહાય આપવામાં આવે છે.

લેપટોપ સહાય યોજના દ્વારા મળતા લાભ

ધોરણ 12 પછી જે પણ વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઈ લેપટોપ ખરીદવા ઈચ્છે છે તે વિદ્યાર્થીને લેપટોપની ખરીદી પર 50 ટકા રકમ સહાય તરીકે કરવામાં આવે છે અથવા રૂપિયા 25000 સહાય આપવામાં આવે છે. આ બેમાંથી જે ઓછું હોય તે સહાય તરીકે મળવાપાત્ર થાય છે.

લેપટોપ સહાય યોજના માટેની શરતો

  • જે વિદ્યાર્થી ધોરણ 12 ના કોઈપણ પ્રવાહમાં ઓલ ઓવર 70 ટકા કે તેથી વધારે ગુણ મેળવ્યા હોય તો જ તેને આ યોજનામાં લાભ મળે છે.
  • જે વિદ્યાર્થીએ વિદેશમાં પ્રવેશ મેળવેલ છે તે વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળતો નથી.
  • આ યોજનાનો લાભ શ્રમયોગી ના બાળકોને જ મળવા પાત્ર થાય છે.
  • જે વિદ્યાર્થીના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના અથવા સંસ્થામા કામ કરતા હોય તેમના સંબંધિત વાલીનો એક વર્ષથી લેબર વેલ્ફેર ફંડ કચેરી ખાતે ભરવામાં આવે તો હોય તો તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળશે.
  • લેપટોપની ખરીદીનું બિલ વિદ્યાર્થીના નામે જ હોવું જોઈએ.

યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજની યાદી

આ યોજનામાં અરજી કરવા માટે વિદ્યાર્થી પોતાનું આધારકાર્ડ, પોતાનો તાજેતરનો ફોટો, લેપટોપ ખરીદી માટેનું બિલ, બેંક ખાતા ન પાસબુક, ધોરણ 12 ની માર્કશીટ તેમજ પ્રોફેશનલ અથવા ડિઝાઇનિંગ કોર્સમાં લીધેલ એડમિશન ની ફી પહોંચ વગેરે જેવા દસ્તાવેજ ઓનલાઇન અપલોડ કરવાના થશે.

અરજી કેવી રીતે કરવી ?

ઉપરની શરતોનું પાલન કરનાર વિદ્યાર્થીને આ યોજના દ્વારા સહાય મેળવવા માટે સૌ પ્રથમ https://sanman.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરવાની રહેશે ત્યારબાદ આ વેબસાઈટ પછી તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ આ વેબસાઈટ પર તમારે લોગીન કરવાનું થશે, હવે તમારે લેપટોપ સહાય યોજના માટે ઓનલાઈન અરજીમાં વિગતો ભરવાનું થશે ત્યાર બાદ તમે જરૂરી દસ્તાવેજ અપલોડ કરીને અરજી સબમિટ કરી શકો છો.

મિત્ર હાલ લેપટોપ સહાય યોજનામાં અરજી પ્રક્રિયા શરૂ છે તેથી વહેલી તકે આયોજન નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી દેવી.

Leave a Comment