JNV Recruitment 2024 : જે પણ ઉમેદવાર મિત્રો ધોરણ 10 પાસ છે અને સરકારી નોકરી શોધી રહ્યા છે તો તેઓ માટે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા સરકારી નોકરીની જાહેરાત કરી દેવામાં આવી છે, આ ભરતી ની ખાસ વાત એ છે કે ઉમેદવાર ની પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં નહીં આવે ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા જ આ સરકારી નોકરી મેળવી શકાય છે, તો ચાલો આ ભરતીની વિગતવાર વાત કરીએ.
JNV Recruitment 2024
જવાહર નવોદય વિદ્યાલય, અમદાવાદ દ્વારા મેટ્રોન પદની ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે, ચાલો જાણી લઈએ કે ક્યાં જિલ્લામાં મેટ્રોન પદની કેટલી જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવી છે.
- જવાહર નવોદય વિદ્યાલય અમદાવાદમાં બે જગ્યાઓ છે.
- જવાહર નવોદય વિદ્યાલય ખેડામાં બે જગ્યાઓ છે.
- જવાહર નવોદય વિદ્યાલય મહેસાણામાં ત્રણ જગ્યાઓ છે.
કોણ કોણ ઇન્ટરવ્યૂ દઈ શકે ?
કોઈ પણ સરકારી ભરતીમાં બે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત.
ઉમર મર્યાદાની વાત કરીએ તો જે ઉમેદવારની ઉમર 35 વર્ષથી 55 વર્ષ સુધીની હોય તે ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે.
હાલ ચાલુ ભરતી : GSRTC માં ધોરણ 10 પાસ માટે આવી ભરતી, લેખિત પરિક્ષા વગર જ ભરતી થશે
હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે ઉમેદવાર સરકાર માન્ય સંસ્થા માંથી ધોરણ 10 પાસ કરેલું હોય તે ઉમેદવારો આ ભરતીમાં લાયક ગણાશે.
ઇન્ટરવ્યૂ માટે સમય અને સ્થળ
જે ઉમેદવારો ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા ધરાવે છે તે ઉમેદવાર મિત્રોએ જવાહર નવોદય વિદ્યાલય, હાથિજણ સર્કલ, લાલગેબી આશ્રમ નજીક, હાથીજણ ગામ, તા. વટવા, જિ. અમદાવાદ એ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.
ઉપરના સરનામે તમારે તારીખ 08 ઓક્ટોબર 2024ના રોજ ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે.
ઇન્ટરવ્યૂ આપવાનો સમય સવારે 11 વાગ્યાનો રહેશે, આ ઉપરાંત તમને ખાસ જણાવી દઈએ કે આ ભરતી 11 મહિનાના કરાર આધારીત કરવામાં આવી રહી છે.
ખાસ નોંધ : આ ભરતીમાં ઇન્ટરવ્યૂ આપવાનો નિર્ણય લેતા પહેલાં JNV ની સતાવાર વેબસાઈટ માંથી ઓફિસિયલ નોટિફિકેશન મેળવી અને તમામ જાણકારી મેળવ્યા બાદ જ નિર્ણય લેવો.
આ ઉપરાંત હાલ ચાલુ સરકારી ભરતીની માહિતી મેળવવા માટે નીચે અંગ્રેજીમાં રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું હશે તેના પર ક્લિક કરશો એટલે હાલ ચાલુ ભરતી વિશે તમામ પોસ્ટ તમારી સામે આવી જશે, ધન્યવાદ.