Indian Navy SSC Officer Vacancy 2024: ઇન્ડિયન નેવી માં ભરતી ની જાહેરાત કરી દેવામાં આવી છે, જો તમે બીઇ અથવા બીટેક અથવા એમએસસી કરેલું છે તો તમારે આ ભરતી વિશેની માહિતી મેળવવી જોઈએ, જો તમે ઇન્ડિયન નેવી મા સેવા આપવા માગો છો તો તમારા માટે આ સુવર્ણ તક છે. તો ચાલો હવે આ ભરતીની જરૂરી માહિતી એક પછી એક જોઈએ.
Indian Navy SSC Officer Vacancy 2024
ઇન્ડિયન નેવી દ્વારા જાહેર કરાયેલ આ ભરતીમાં ટોટલ જગ્યા ની વાત કરીએ તો, વિવિધ પોસ્ટ પર ટોટલ 250 જગ્યાઓ પર ભરતી માટે અરજી મંગાવાય છે. આ માટે 14 સપ્ટેમ્બર 2024 ના રોજ અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે, તો ચાલો હવે વિવિધ પોસ્ટ પર જગ્યાની માહિતી વિશે જાણકારી મેળવીએ.
- જનરલ સર્વિસ ના પોસ્ટ માટે ટોટલ 56 જગ્યાઓ
- પાયલોટ માટે 24 જગ્યાઓ
- નવલ એર ઓપરેશન ઓફિસર માટે ૨૧ જગ્યાઓ
- એર ટ્રાફિક કંટ્રોલર માટે 20 જગ્યાઓ
- લોજિસ્ટિક્સ માટે વિશે જગ્યાઓ
- નવલ આર્મેન્ટ ઇન્સ્પેક્ટર કેડર માટે 16 જગ્યાઓ
- એજ્યુકેશન પદ માટે 15 જગ્યાઓ
- એન્જિનિયરિંગ બ્રાન્ચ ના પદ માટે 36 જગ્યાઓ
- ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ ના પદ માટે 46 જગ્યાઓ
આમ ટોટલ 250 જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
જનરલ સર્વિસ, પાયલોટ, નવલ એર ઓપરેશન ઓફિસર, એર ટ્રાફિક કંટ્રોલર, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ ના પદ માટે, એન્જિનિયરિંગ બ્રાન્ચ ના પદ માટે અને નવલ આર્મેન્ટ ઇન્સ્પેક્ટર કેડર માટે તમે બીઇ અથવા બીટેક 60% સાથે સરકાર માન્ય સંસ્થા માંથી પાસ કરેલું હોવું જોઈએ.
હાલ ચાલુ ભરતી : ઈસરોમાં સરકારી નોકરીની જાહેરાત, 18 વર્ષના ઉમેદવાર પણ અરજી કરી શકશે – ફોર્મ ભરવાનું શરૂ જ છે.
લોજિસ્ટિક્સ પદ માટે તમે સરકાર માન્ય સંસ્થા માંથી બીઇ અથવા બીટેક ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલ હોવું જોઈએ અને એજ્યુકેશન પદ માટે તમે સરકાર માન્ય સંસ્થા માંથી 60% કે તેથી વધારે ગુણ થી એમએસસી કરેલું હોવું જોઈએ.
ઉમર મર્યાદા અને અરજી ફી
જો તમે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમારો જન્મ 02 જુલાઈ 2000 થી 01 જુલાઈ 2006 સુધીમાં થયેલો હોવો જોઈએ, આ વિશે વધારે માહિતી માટે તમે joinindiannavy.gov.in પરથી મેળવી શકો છો.
આ ઇન્ડિયન નેવીમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી, દરેક કેટેગરીના લોકો વિનામૂલ્યે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ
યોગ્ય ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો એ તારીખ 14 સપ્ટેમ્બર 2024 થી તારીખ 29 સપ્ટેમ્બર 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે, ઘરે બેઠા ઓનલાઇન અરજી કરવા માટે તમે નીચેના સ્ટેપ ફોલો કરી શકો છો.
ફોર્મ કેવી રીતે ભરવું
- સૌ પ્રથમ તમારે joinindiannavy.gov.in વેબસાઈટ ઓપન કરવાની થશે.
- અહી તમારે રજિસ્ટ્રેશન ની પ્રક્રિયા કરવાની થશે.
- હવે યુઝર આઇડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરો.
- હવે આ ભરતી માટેનો વિકલ્પ પસંદ કરો અને પૂછવામાં આવેલી માહિતી ભરો.
- છેલ્લે દસ્તાવેજ અપલોડ કરીને અરજી સબમિટ કરો.
જો તમે હાલ ચાલુ ભરતી વિષેની માહિતી મેળવવા ઈચ્છતા હોય તો નીચે રેક્રૂમેંટ ન્યુઝ લખેલું છે તે સિલેક્ટ કરશો એટલે તમને આ વિશેની માહિતી મળી જશે, આ માહિતી તમારા મિત્રોને પણ જરૂર શેર કરજો.