Indian Navy Sailors SSR Recruitment 2024: 12 પાસ પર ઇન્ડિયન નેવી માં ભરતી, જાણો કેવી હશે ફિઝિકલ ટેસ્ટ

Indian Navy Sailors SSR Recruitment 2024: જે પણ યુવાન ઉમેદવાર મિત્રો 12 પાસ પર સરકારી નોકરીની રાહ જોઈને બેઠા છે તે ઉમેદવાર માટે ખુશીના સમાચાર છે કારણ કે ઇન્ડિયન નેવી માં ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો ચાલો આ ભરતીમાં અરજી કરવાની તારીખો, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ વગેરે જેવી માહિતી મેળવીએ.

Indian Navy Sailors SSR Recruitment 2024

નેવી દ્વારા હાલ જ નાવિક SSR (મેડીકલ આસિસ્ટન્ટ) માટે ભરતીની જાહેરાત માટે નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જો કે કેટલી જગ્યા પર ભરતી થવાની છે તેની માહિતી નથી આપવામાં આવી પરંતુ આ ભરતી 12 પાસ પર તેમજ પસંદગી પ્રક્રિયા માટે ફિઝિકલ ટેસ્ટ ક્યાં પ્રકારની હશે તે બધી માહિતી આપેલ છે તો આપણે તે વિશેની માહિતી માટે આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.

ફોર્મ ભરવાની તારીખ અને અરજી ફી

આ સરકારી ભરતીમાં અરજી કરવાની શરૂઆત 7 સપ્ટેમ્બરના રોજ થઈ ગઈ છે અને તમે 17 સપ્ટેમ્બર સુધી આ ભરતીમાં ઓનલાઇન અરજી કરી શકો છો, આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ પણ કેટેગરી પાસેથી અરજી ફી ચૂકવવાની નથી, યોગ્યતા ધરાવતા ઉમેદવારો વિનામૂલ્યે અરજી કરી શકે છે. જો તમે અરજી કરવા ઈચ્છો છો તો તમારે www.joinindiannavy.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

કોણ કોણ અરજી કરી શકે છે ?

નાવિક SSR (મેડીકલ આસિસ્ટન્ટ) પોસ્ટ માટે 12 પાસ શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી છે પરંતુ ઉમેદવારે વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષય સાથે કરેલું હોવું જોઈએ, આ સિવાયના ઉમેદવારો આ ભરતીમાં ભાગ નહીં લઈ શકે. ઉપરાંત જો ઉમર મર્યાદા ને વાત કરીએ તો જે ઉમેદવારનો જન્મ એક નવેમ્બર 2003 થી 30 એપ્રિલ 2007 સુધીમાં થયેલો હોય તે ઉમેદવાર મિત્રો જ આ ભરતી માટે લાયક છે.

આ ઉપરાંત જે ઉમેદવાર મિત્રોને ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં 50% કે તેથી વધારે ગુણ હોય તે ઉમેદવાર મિત્રો જ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં સૌપ્રથમ ધોરણ 12 પાસ ના માર્ક ના આધારે શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને પછી લેખિત પરીક્ષા અને ત્યારબાદ મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. જો ફિઝિકલ ટેસ્ટ ની વાત કરીએ તો…

  • 6 મિનિટ 30 સેકન્ડમાં તમારે 1.6 કિલોમીટરની દોડ પૂરી કરવાની રહેશે.
  • 20 ઉઠક બેઠક, 15 પુશ અપ અને 15 શિપ અપ

ઉપરની બધી જ ટેસ્ટમાં સફળ ઉમેદવારનો છેલ્લે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા બાદ સિલેક્શન કરવામાં આવે છે.

પગાર કેટલો મળશે ?

જો તમે ભારતીય નૌકા દળમાં આ સરકારી નોકરી માટે સિલેક્ટ થાવ છો તો તમને ₹21,700 થી ₹69,100 સુધીનો માસિક પગાર આપવામાં આવે છે આ ઉપરાંત પણ અન્ય માસિક ₹5,200 અન્ય સરકારી ભથ્થા મળવા પાત્ર થાય છે.

જો તમે ઉપરની શૈક્ષણિક લાયકાત તેમજ ઉંમર મર્યાદા વગેરે જેવી યોગ્યતા ધરાવવો છો અને ભારતીય નૌકા દળમાં પોતાની સેવા આપવા ઈચ્છો છો તો જરૂર 17 સપ્ટેમ્બર પહેલા www.joinindiannavy.gov.in પર જઈ અરજી કરી દેજો.

Leave a Comment