Indian army bharti 2024: ભારતીય સેનામાં નોકરી કરવા ઈચ્છો છો તો જલ્દી અરજી કરી દો

Indian army bharti 2024: જે પણ યુવા ઉમેદવાર મિત્રો ભારતીય સેનામાં સેવા આપવાનું વિચારી રહ્યા છે તે માટે ખુશીના સમાચાર છે, જો તમે 10 પાસ છો તો તમે આ ભરતીમાં અરજી કરી શકો છો. હાલ આ ભરતીમાં અરજી પ્રક્રિયા શરૂ જ છે કે જો તમે આર્મી ની નોકરી કરવા ઈચ્છો છો તો તમારે આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો જોઈએ.

ઇન્ડિયન આર્મીમાં ભરતીની જાહેરાત | Indian army bharti 2024

ભારતીય સેના દ્વારા જાહેર કરાયેલ આ ભરતીમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી આ ઉપરાંત આ ભરતી હવાલદાર અને નાયબ સુબેદાર ના પદ માટે કરવામાં આવી રહી છે, પરંતુ આ સરકારી નોકરીમાં કેટલી જગ્યાઓ છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

કોણ કોણ અરજી કરી શકે છે ?

સૌ પ્રથમ તો જે પણ ઉમેદવાર મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તેઓ એ કોઈ પણ સરકાર માન્ય સંસ્થા માંથી દસમું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ ઉપરાંત રમત ગમત સાથે સંકળાયેલા હોવા જોઈએ કારણ કે આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટામાં કરવામાં આવી રહી છે.

એટલે કે ઉમેદવારે ઇન્ટર નેશનલ, સિનિયર અથવા જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ, ખેલો ઇન્ડિયા ગેમ્સ અથવા યુથ ગેમ્સમાં ભાગ લીધેલ હોવો જોઈએ આ ઉપરાંત ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછા માં ઓછી 17.5 વર્ષ અને વધુ માં વધુ 25 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો જ આ ભરતી માટે લાયક ગણાશે.

નોકરી મેળવવા આ સ્ટેજ માંથી પસાર થવું પડશે

ઉપર મુજબની યોગ્યતા ધરાવતા ઉમેદવારે આ નોકરી મેળવવા સૌ પ્રથમ કેટલાક શારીરિક માપદંડો પાસ કરવા પડશે ત્યાર બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, આ ટેસ્ટ માં પુરુષ ઉમેદવારે પાંચ મિનિટ 45 સેકંડ માં 1.6 કિમી દોડ પૂરી કરવાની રહેશે આ ઉપરાંત પણ લાંબી કુદ તેમજ જીગ જૈગ બેલેન્સ જેવી ટેસ્ટ આપવાની રહેશે તેમજ મહિલાને આ દોડ આઠ મિનિટ માં પૂર્ણ કરવાની થશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ બાદ પસંદગી કરવામાં આવે છે.

જરૂરી તારીખ અને અરજી કરવાની રીત

હાલ આ ભરતીમાં અરજી પ્રક્રિયા શરૂ જ છે અને તારીખ 30/09/2024 સુધી અરજી કરી શકાશે પરંતુ ધ્યાન રહે કે અરજી ઓનલાઇન નથી કરવાની, અરજી કરવા માટે ઓફિસિયલ નોટીફિકેશનમાં આપેલ ફોર્મ ભર્યા બાદ ઓફલાઈન અરજી કરવાની છે, તમે નીચેની લીંક દ્વારા ઓફિસિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરી શકો છો.

ઓફિસિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Leave a Comment