If Railway Reservation Ticket Lost: ટીકીટ ખોવાઈ જાય તો શું કરવું, જાણો સંપૂર્ણ માહિતી

If Railway Reservation Ticket Lost : ગુજરાતમાં હજારો મુસાફરો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. ઘણી વાર એવું થાય છે કે આપણી ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય છે ત્યારે આપણે ટેન્શન માં આવી જઈએ છીએ અથવા તો મુસાફરી દરમિયાન જ ટિકિટ ફાટી જાય કે પલળી જાય તો શું કરવું. તમારી આ બધી સમસ્યાનું સમાધાન આજે આ પોસ્ટ માં મળવાનું છે તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાચજો.

ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું | If Railway Reservation Ticket Lost

જો તમારી રેલવે ટિકિટ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, ટિકિટ ખોવાઈ જવાના કિસ્સામાં તમે તમારી આ સમસ્યા રેલવે આરક્ષણ કેન્દ્રને જણાવી શકો છો. રેલવે આરક્ષણ કેન્દ્ર દ્વારા તમને ડુપ્લીકેટ ટિકિટ આપવામાં આવશે, આ ટિકિટ ઓરિજનલ ટિકિટ જેવી જ દેખાઈ છે અને માન્ય પણ હોય છે. પરંતુ ડુપ્લીકેટ ટિકિટ લેવા માટે તમારે ચાર્જ પણ અપાવો પડશે, તો ચાલો જાણીએ ડુપ્લીકેટ ટિકિટ લેવા માટે કેટલો ચાર્જ ભરવો પડશે ?

આટલો ચાર્જ ભરવો પડશે

ડુપ્લીકેટ ટિકિટ લેવા માટે 50 રૂપિયા થી 100 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે. ચાર્જનો આધાર તમે ક્યાં પ્રકારની ટિકિટ લીધી હતી તેના પર છે જેમ કે સ્લીપર ક્લાસ કે સેકંડ ક્લાસની ટિકિટ લીધી છે અને તે ખોવાઈ ગઈ છે તો તેના માટે ડુપ્લીકેટ ટિકિટ લેવા માટે તમારે 50 રૂપિયા ચાર્જ અપાવો પડે છે. આ સીવાયના પ્રકારની ડુપ્લીકેટ ટિકિટ લેવા માટે 100 રૂપિયા ચાર્જ અપાવો પડે છે, પરંતુ જો ડુપ્લીકેટ ટિકિટ લીધા બાદ ઓરીજનલ ટિકિટ મળી ગઈ તો શું કરવું તેની માહિતી પણ મેળવી લઈએ.

ખોવાઈ ગયેલી ટિકિટ મળી ગઈ તો શું કરવું ?

ઘણીવાર એવું થાય છે કે ઉતાવળમાં ટિકિટ ક્યાંક મુકાય જાય છે અને ખરા સમયે આ ટિકિટ મળતી નથી અને આપણે ડુપ્લીકેટ ટિકિટ કઢાવી લઈએ છીએ. ડુપ્લીકેટ ટિકિટ મેળવી લીધા પછી જો ઓરિજનલ ટિકિટ મળી જાય તો ટ્રેન ઉપાડ્યા પહેલા તમે રેલવે કાઉન્ટર પર ડુપ્લીકેટ ટિકિટ જમાં કરવી પૈસા પાછા મેળવી શકો છો, તો ચાલો હવે જાણી લઈએ કે મુસાફરી દરમિયાન ટિકિટ ફાટી જાય કે પલળી જાય તો શું કરવું ?

ટિકિટ ફાટી કે પલળી જાય તો આ કામ કરો

ઘણી વાર ટ્રેનમા મુસાફરી દરમિયાન જ કોઈ કારણોસર ટ્રેન ટિકિટ ફાટી જાય છે અથવા પલળી જાય છે અથવા તો બગડી જાય છે. આવા કિસ્સામાં મુસાફર દંડ ભરવાના ડરથી ગભરાઈ જાય છે પરંતુ તમારે ડરવાની જરૂર નથી કારણ કે જો તમારી સાથે આવો કિસ્સો બને તો તમે તમારી ટિકિટના ખર્ચના 25% રકમ ચાર્જ રૂપે ભરીને ડુપ્લીકેટ ટિકિટ મેળવી શકો છો, જેમ કે 100 રૂપિયાની ટીકીટ ફાટી કે પલળી ગઈ છે તો 25 રૂપિયામાં તમે ડુપ્લીકેટ ટિકિટ મેળવી શકો છો, આમ કરવાથી ભારે દંડ ભરવાથી બચી શકો છો.

કામના સમાંચાર : ખેડૂતોની દરેક સમસ્યાનું સમાધાન ફક્ત બે મિનિટમાં, જાણો આ ટોલ ફ્રી નંબર વિશેની સંપૂર્ણ માહિતી

આશા રાખું છું કે આ પોસ્ટ દ્વારા ટ્રેનના મુસાફરોને તેમની સમસ્યાનું સમાધાન મળી ગયું હશે, આવા જ કામના સમાચાર મેળવવા માટે નીચે અંગ્રેજીમાં ન્યુઝ લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે તમને આવા કામના સમાચારની માહિતી મળી જશે, ધન્યવાદ.

Leave a Comment