HPCL Recruitment 2024: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાયોલોજીના ઉમેદવારો માટે ભરતી ની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે જે પણ ઉમેદવાર બાયોલોજી માં શૈક્ષણિક કાર્ય કરેલું છે તે ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરાયેલ આ ભરતીમાં તમે 30 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશો, તો ચાલો આ ભરતી ની માહિતી મેળવી લઈએ.
HPCL Recruitment 2024
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા FTRA એટલે કે ફિક્સડ ટર્મ રિસર્ચ એસોસીએટના પદ પર ભરતી કરવા માટે ઓનલાઇન અરજી મંગાવી છે, આ માટે લાયક ઉમેદવાર 30 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. જે પણ ઉમેદવાર મિત્ર બાયોલોજીમાં શૈક્ષણિક લાયકાત મેળવેલ છે તેઓ માટે આ સુવર્ણ તક છે. તો ચાલો હવે આ પદ માટે મહિને કેટલું સ્ટાઈપેન્ડ મળવાપાત્ર છે તેના વિશે માહિતી મેળવીએ.
મહિને ₹85,000 સુધીનું સ્ટાઈપેન્ડ મળે છે
જી હા ઉમેદવાર મિત્રો જે પણ ઉમેદવાર ની પસંદગી ફિક્સડ ટર્મ રિસર્ચ એસોસીએટના પદ પર થાય છે તેને મહિને ₹65,000 થી ₹85,000 સુધીનું સ્ટાઈપેન્ડ મળવા પાત્ર થાય છે. તમને કેટલું સ્ટાઈપેન્ડ મળવા પાત્ર થશે તેનું આધાર તમારી શૈક્ષણિક લાયકાત અને સંબંધિત ક્ષેત્રમાં કેટલો અનુભવ ધરાવો છો તેના પર થશે. આ વિશેની વધારે માહિતી માટે HPCL ની સત્તાવાર વેબસાઈટ પર ઓફિસે નોટિફિકેશન માંથી મેળવી શકો છો.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જે પણ ઉમેદવાર મિત્રનું સિલેક્શન થાય છે તે ઉમેદવારને એક નિશ્ચિત સમયગાળા માટે રિસર્ચ પ્રોજેક્ટ પર કામ કરવાનો ચાન્સ મળશે, એટલે તમને તમારા ફિલ્ડમાં ઘણો લાભ પણ થશે અને ઉપરથી સારું એવું સ્ટાઈપેન્ડ પણ મળશે.
ઉમર મર્યાદા
ઉમર મર્યાદાની વાત કરીએ તો જે પણ ઉમેદવારની ઉમર 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં 30 વર્ષ કે તેથી ઓછી હોય તે ઉમેદવાર મિત્રો આ ભરતીનો લાભ લઈ શકે છે, અને ફોર્મ ભરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
ફિક્સડ ટર્મ રિસર્ચ એસોસીએટના પદ પર ફોર્મ ભરવા માટે ઉમેદવારે બાયો સાયન્સ, માઇક્રો બાયોલોજી અથવા બાયો ટેકનોલોજીમાં પીએચડી કરેલું હોવું જોઈએ, આ ઉપરાંત ઉમેદવાર પાસે જે તે સંબંધિત રિસર્ચ ક્ષેત્રે અનુભવની પણ માંગણી કરવામાં આવે છે, આ વિશેની વધારે માહિતી માટે સતાવાર જાહેરાત જોવી.
હાલ ચાલુ ભરતી : ગાંધીનગર મહાનગર પાલિકામાં સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ 03 ઓક્ટોબર 2024
આવી રીતે અરજી કરો
- જે પણ ઉમેદવાર મિત્ર ઉપર મુજબની યોગ્ય લાયકાત ધરાવે છે તે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભરવા માટે HPCL ની સત્તાવાર વેબસાઈટ https://hindustanpetroleum.com/ ઓપન કરવાની થશે.
- અહીં તમે લેટેસ્ટ કરિયર ઓપોર્ચ્યુનિટી ની એક જોવા મળશે.
- તેના પર ક્લિક કરતા HPCL હાલ ચાલુ ભરતી વિશેની માહિતી જોવા મળશે તેમાં તમે જે પણ ભરતીમાં ફોર્મ ભરવા માગો છો તે પસંદ કરો.
- હવે પૂછવામાં આવેલી વિગતો તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- આ બધી જ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે તમારી અરજી સબમિટ કરી શકો છો અને પ્રિન્ટ કાઢી શકો છો.
મિત્ર આવી જ રીતે હાલ ચાલુ ભરતી વિશેની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ જો વધારે હાલ ચાલુ ભરતી વિશેની માહિતી મેળવવી હોય તો નીચે અંગ્રેજીમાં રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે હાલ ચાલુ કરતી વિશેની માહિતી તમારી સામે આવી જશે.