GSRTC Apprentice Vacancy 2024 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે પણ ઉમેદવારો ઓછામાં ઓછુ 10 પાસ છે તેઓ માટે પણ ભરતીની જાહેરાત કરી છે, તો જો તમે ઓછામાં ઓછું દસ પાસ કરેલું છે તો તમારે આ ભરતી વિષે એકવાર માહિતી મેળવવી જોઈએ જે નીચે પ્રમાણે છે.
GSRTC Apprentice Vacancy 2024
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એપ્રેન્ટીન્સની ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે, હાલ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે પણ ફોર્મ ભરતા પહેલા કઈ કંઈ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે તે જાણી લો.
- વેલ્ડર
- મશીનિસ્ટ
- શીટ મેટલ વર્કર
- પેઇન્ટર
- MVV
- ઇલેક્ટ્રિશિયન
કોણ કોણ અરજી કરી શકે ?
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાતને ધ્યાને લેવામાં આવે છે, જો આઇટીઆઇ પાસ (NCVT ફરજિયાત) અથવા તો ઓછા માં ઓછું ધોરણ દસ કે ધોરણ બાર પાસ છો તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો.
ફોર્મ ભરવા માટે તારીખ
જે પણ ઉમેદવારો ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવે છે તે ઉમેદવારોએ તારીખ 01/10/2024 થી 15/10/2024 સુધીમાં ફોર્મ ભરવાનું છે.
હાલ ચાલુ ભરતી : આ સરકારી નોકરીમાં શરૂઆતમાં જ ₹30,000 પગાર મળે છે, આ સરનામે અરજી કરો
ફોર્મ કેવી રીતે ભરવું ?
જે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તે ઉમેદવાર મિત્રોએ https://www.apprenticeshipindia.gov.in/ પરથી અરજી ફોર્મની હાર્ડ કોપી કાઢી લેવાની છે ત્યારબાદ ઉપર જણાવેલ તારીખ સુધીમાં આ અરજી ફોર્મમાં જરૂરી દસ્તાવેજ અને વિગતો ભરીને “GSRTC S.T. સેન્ટ્રલ વર્કશોપપો.ઓ. કૃષનગરનરોડા અમદાવાદ” સરનામે અરજી સમય મર્યાદા પહેલા પહોચાડવાની રહેશે.
અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ
- તમારું આધાર કાર્ડ ની નકલ
- ચાલુ હોય તેવો મોબાઈલ નંબર
- ઇમેઇલ આઇડી
- શૈક્ષિણક લાયકાતમાં પુરાવા જેમ કે માર્કશીટ તેમજ સર્ટિફિકેટ
- જાતિનો દાખલો
- રહેણાકનો પુરાવો
નોંધ : અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત માંથી તમામ માહિતી મેળવી લેવી, ત્યારબાદ જ અરજી કરવી.
આવી રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો તેમજ તમારા મિત્રને આ ભરતીની જરૂર હોય તો તેને આ માહિતી જરૂર શેર કરજો અને હાલ ચાલુ ભરતી વિષેની માહિતી મેળવવા નીચે recruitment news લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે માહિતી મળી જશે, ધન્યવાદ.