Grain Atm Machine Gujarat: હવે એટીએમ મશીન દ્વારા ઘઉં ચોખા મળશે, ગુજરાતમાં પ્રથમ અનાજ આપતું એટીએમ મશીનનું ઉદ્ઘાટન

Grain Atm Machine Gujarat: એટીએમ મશીન નું નામ સાંભળતા આપણા મનમાં પૈસા ઉપાડવાનું એટીએમ મશીન આવે પરંતુ હવે આપણા આ વિચાર બદલવા પડશે કારણ કે હવે એટીએમ મશીન દ્વારા અનાજ પણ આપવામાં આવશે, એટલે કે જે લોકો પાસે રાશન કાર્ડ છે અને સમયે સમયે રાશન મેળવે છે તેઓને હવે મળવાપાત્ર રાશન એટીએમ મશીન દ્વારા મળશે, મજાની વાત એ છે કે આ ગ્રેન એટીએમ મશીન ગુજરાતમાં પધારી ચૂક્યું છે, હવે થોડા જ દિવસોમાં ગુજરાત વાસીઓને રાશન લેવા માટે મોટી લાઈનો માં રાહ જોવી નહીં પડે.

ભાવનગરમાં ગ્રેઈન એટીએમ મશીનનો શુભારંભ

ગુજરાતમાં સૌ પ્રથમ વખત ભાવનગર ખાતે ગ્રેઈન એટીએમ મશીનનો શુભારંભ કરવામાં આવ્યો છે, ભાવનગર ખાતે માનનીય રાજ્ય મંત્રી નીમુ બેન બાંભણિયાના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ગ્રેઈન એટીએમ મશીન દ્વારા એક રાશન કાર્ડ ધારક મહિલાને ઘઉં ચોખા પણ આપવામાં આવ્યા છે.

ભારતમાં સૌ પ્રથમ ઓડિશા રાજ્યમાં આ પ્રકારના એટીએમ મશીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો, ત્યાં આ પ્રયોગમાં સફળતા મળતાં ધીમે ધીમે અન્ય રાજ્યોમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તો ચાલો હવે એ પણ જોઈ લઈએ કે આ મશીનથી આપણા જેવા સામાન્ય નાગરિકોને શું ફાયદો થશે…

Grain Atm Machine Gujarat ના ફાયદાઓ

  • Grain Atm Machine એ પૈસા ઉપાડવાના એટીએમ મશીનની જેમ જ 24 કલાક ઉપલબ્ધ રહેશે, તેથી કોઈ પણ રાશનકાર્ડ ધારક ગમે ત્યારે પોતાને મળવા પાત્ર રાશન આ મશીન માંથી મેળવી શકશે.
  • રાશન મેળવવા માટે કોઈ લાંબી લાઈનમાં ઊભા રહેવું નહિ પડે, જેથી સમય પણ બચશે.
  • લોકોની ઘણી ફરિયાદો હોય છે કે તેઓને નક્કી કરેલ રાશન કરતા ઓછું રાશન મળશે, પણ હવે આવી ફરિયાદો નહીં થાય કેમ કે એટીએમ મશીન દ્વારા જેમ પૈસાનો હિસાબ મળે છે તેવી જ રીતે આ Grain Atm Machine દ્વારા તમને તમારા રાશનનો હિસાબ મળશે.

કેવી રીતે કામ કરશે આ મશીન

હાલ કોઈ સતાવાર માહિતી નથી પરંતુ અનુમાન લગાવી શકાય કે જે રીતે પૈસા ઉપાડવાનું એટીએમ મશીન કાર્ય કરે છે તેવી જ રીતે આ અનાજ આપતું એટીએમ મશીન કામ કરશે, જેમ કે… જેમ આપણા બેંક ખાતામાં જમા પૈસા માંથી આપણે એટીએમ મશીન દ્વારા પૈસા ઉપાડીએ છીએ અને આપણને એક કાપલી દ્વારા હિસાબ મળે છે કે હવે કેટલા રૂપિયા જમા છે અને તમે કેટલા રૂપિયા ઉપાડ્યા તેવી જ રીતે અને આપતું એટીએમ મશીન પણ કાર્ય કરશે… કે તમને મળવાપાત્ર અનાજમાંથી તમે કેટલું જથ્થો ઉપાડ્યો છે અને હવે તમને કેટલું અનાજ મળવા પાત્ર થશે.

હાલ આ મશીન દ્વારા ફક્ત ઘઉં અને ચોખાનું વિતરણ થઇ શકે છે પરંતુ સમય જતાં કદાચ આ મશીન દ્વારા જે પણ વસ્તુ વ્યાજબી ભાવની દુકાને મળે છે તે બધી જ વસ્તુ મળવાપાત્ર થઈ જશે, તેમજ આ મશીન હાલ ફક્ત ભાવનગર જ સ્થાપિત થયું છે ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં આ મશીનનો લાભ મળતો થઈ જશે.

મિત્રો આવી રીતે ઉપયોગી સરકારી સમાચારની વધારે માહિતી માટે તમે નીચે અંગ્રેજીમાં ન્યુઝ લખેલું છે તે સિલેક્ટ કરશો એટલે તમને ઉપયોગી સમાચારની માહિતી મળી જશે.

Leave a Comment