GPSC New Bharati 2024-25: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ 3 ઓક્ટોબર 2024

GPSC New Bharati 2024-25 : જે પણ ઉમેદવાર મિત્રો જીપીએસસી ની ભરતીની તૈયારી કરી રહ્યા છે અને જીપીએસસી દ્વારા નવી ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે, અહી અમે તમને આ ભરતી વિષેની તમામ માહિતી આપવાના છીએ તો આ પોસ્ટ છેલ્લે સુધી વાંચજો, જેથી તમને આ સરકારી ભરતીની પૂરતી માહિતી મળી જાય.

GPSC New Bharati 2024-25

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી માટે સતાવાર જાહેરાત આપી દેવામાં આવી છે, આ જાહેરાતની માહિતી મુજબ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 18 સપ્ટેમ્બર 2024 થી ઓનલાઇન અરજી કરી શકશે. પરંતુ ઓનલાઇન અરજી કરતા પહેલા કઈ કઈ પદ પર ભરતી હાથ ધરવામાં આવી છે તેમજ કેટલી જગ્યાઓ છે અને યોગ્યતા વિશેની માહિતી મેળવી લો, જે નીચે પ્રમાણે છે.

હાલ ચાલુ ભરતી : પરીક્ષા વગર સીધી ભરતી, 29 સપ્ટેમ્બર 2024 સુધી ફોર્મ ભરી શકશો

અલગ અલગ પોસ્ટ મુજબ ખાલી જગ્યા

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ-અલગ સાત પોસ્ટ પર ટોટલ 23 જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઇન અરજી મંગાવી છે, આ જગ્યાની માહિતી નીચે મુજબ છે.

  • પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ પદ માટે 4 જગ્યાઓ
  • કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ પદ માટે 4 જગ્યાઓ
  • ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી પદ માટે 6 જગ્યાઓ
  • ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક્સ પદ માટે 5 જગ્યાઓ
  • પે૨ીયોડોન્ટોલોજી પદ માટે 2 જગ્યાઓ
  • ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી પદ માટે 1 જગ્યાઓ
  • પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી પદ માટે 1 જગ્યાઓ

ઉમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

જો ઉંમર મર્યાદાની વાત કરીએ તો જે પણ ઉમેદવાર ફોર્મ ભરવા ઈચ્છે છે તેની ઉંમર 40 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ આ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળે છે.

હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ ભરતી ડેન્ટલ વિભાગમાં થઈ રહી છે તેથી અલગ અલગ ડેન્ટલની પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરેલ છે તેથી આ વિશેની વધારે માહિતી માટે તમે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

અરજી ફી

જો તમે આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવવો છો અને જનરલ કેટેગરી ધરાવો છો તો તમારે અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે તેમજ ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ ઉમેદવારો અને માજી એને ઉમેદવારો માટે ફોર્મ ભરવા માટે ફી ભરવાની જરૂર નથી.

અગત્યની તારીખો

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રો તારીખ 18 સપ્ટેમ્બર 2024 થી લઈને તારીખ 3 ઓક્ટોબર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે, આ ઉપરાંત પરીક્ષાની તારીખો વિશે વાત કરીએ તો…

હાલ ચાલુ ભરતી : 356 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, આઇટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો વિનામૂલ્યે અરજી કરી શકશે

પ્રાથમિક પરીક્ષા જાન્યુઆરી 2025 માં લેવાઈ શકે છે તેમજ આ પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025 માં આપવામાં આવે છે અને આ પરીક્ષામાં સફળ ઉમેદવાર મિત્રને ઇન્ટરવ્યૂ માટે જૂન 2025 માં બોલાવવામાં આવશે, આ ટાઈમ ટેબલમાં ગુજરાત જાહેર સેવા આયોગ ફેરફાર પણ કરી શકે છે.

ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ?

ઓનલાઇન ફોર્મ ભરવા માટે https://gpsc-ojas.gujarat.gov.in આ ગુજરાતની સતાવાર વેબસાઈટ પર જઈ, આ ભરતી સિલેક્ટ કરશો એટલે ફોર્મ ભરવા માટે કેટલીક વિગતો ભરવાની થશે. આ વિગતો ભરાઈ ગયા બાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના થશે અને જે ઉમેદવારોને અરજી ફી ભરવાની છે તેઓ એ ફી ભરી, અરજી સબમિટ કરવાની થશે.

મિત્રો આવી રીતે હાલ ચાલુ ભરતી વિષેની માહિતી મેળવવા માટે તમે નીચે અંગ્રેજીમાં રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે હાલ ચાલુ તમામ ભરતી વિશેની માહિતી તમારી સામે આવી જશે.

Leave a Comment