Government job in Gujarat : નેશનલ હેલ્થ મિશન હેઠળ મોરબી જિલ્લામાં સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ફક્ત 5 દિવસ જ ચાલશે તેથી જે ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે તેઓએ નીચે આપેલી માહિતી મેળવી વહેલી તકે ફોર્મ ભરી દેવું.
મોરબીમાં સરકારી નોકરીની તક | Government job in Gujarat
આ સરકારી ભરતીમાં કઈ કંઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ છે તેમજ તે પોસ્ટ માટે જરૂરી શૈક્ષણીક લાયકાત અને ઉંમર મર્યાદા અને પગાર ધોરણની માહિતી નીચે આપેલ છે, સૌથી અગત્યની વાત કે આ ભરતીમાં 01/10/2024 થી 05/10/2024 સુધી જ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.
વિવિધ પોસ્ટ વિશેની માહિતી
જગ્યાનું નામ : મેડિકલ ઓફિસર (MBBS)
ટોટલ ખાલી જગ્યા : 6
શૈક્ષણિક લાયકાત : રાજ્ય સરકારશ્રીના નિયમો મુજબ MBBSની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
ઉમર મર્યાદા : વધુમાં વધુ 40 વર્ષ
પગાર ધોરણ : રૂપિયા 75 હજાર
જગ્યા નું નામ : પ્રોગ્રામ આસીસ્ટન્ટ ન્યુટ્રીશિયન
ટોટલ ખાલી જગ્યા : 1
શૈક્ષણિક લાયકાત : એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રીશન/પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / Dietetics
ઉમર મર્યાદા : વધુમાં વધુ 35 વર્ષ
પગાર ધોરણ : રૂપિયા 16,000
જગ્યા નું નામ : તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ
ટોટલ ખાલી જગ્યા : 1
શૈક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ તથા 1 વર્ષ ડીપ્લોમાં કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ 2 થી 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ઉમર મર્યાદા : વધુમાં વધુ 40 વર્ષ
પગાર ધોરણ : રૂપિયા 16,000
જગ્યા નું નામ : એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
ટોટલ ખાલી જગ્યા : 3
શૈક્ષણિક લાયકાત : B.com તથા કોમ્પ્યુટર એપ્લીકેશન નો ડીપ્લોમા કોર્ષ અને ટેલી, એમ.એસ.ઓફિસ કોર્ષ તથા ઓફિસ સચાલન અને ફાઈલ પદ્ધતિ આવડવી જોઈએ સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ
ઉમર મર્યાદા : વધુમાં વધુ 40 વર્ષ
પગાર ધોરણ : રૂપિયા 20,000
જગ્યા નું નામ : સ્ટાફ નર્સ
ટોટલ ખાલી જગ્યા : 9
શૈક્ષણિક લાયકાત : બીએસસી નર્સિંગ / ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને Midwifery (GNM)
ઉમર મર્યાદા : વધુમાં વધુ 45 વર્ષ
પગાર ધોરણ : રૂપિયા 20,000
જગ્યા નું નામ : ફાર્માસીસ્ટ
ટોટલ ખાલી જગ્યા : 2
શૈક્ષણિક લાયકાત : બી ફાર્મ / એમ ફાર્મ ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઇએ તથા હાલની સ્થીતી એ ચાલુ હોવું જોઇએ
ઉમર મર્યાદા : વધુમાં વધુ 40 વર્ષ
પગાર ધોરણ : રૂપિયા 16,000
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
જે પણ ઉમેદવાર મિત્ર ઉપર માંથી કોઈપણ પોસ્ટની જરૂરી રાયકા તો ધરાવે છે તો તે ઉમેદવાર મિત્રો arogyasathi.gujarat.gov.in ની વેબસાઈટ પર જઈ, અહીં મેન મેનુમાં પ્રવેશ નામનો વિકલ્પ પસંદ કરવો ત્યારબાદ કરંટ ઓપનિંગ નામનો વિકલ્પ આવશે તેના પર ક્લિક કરવું હવે તમને હાલ ચાલુ ભરતી નું લિસ્ટ દેખાશે, અહીં તમે જે પણ પોસ્ટ પર ફોર્મ ભરવા ઈચ્છો છો તે ભરતી વિશેનું સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી તેની માહિતી મેળવી લેવી અને ત્યારબાદ એપ્લાય નાવ બટન પર ક્લિક કરી ઓનલાઇન અરજી કરવી.
હાલ ચાલુ ભરતી : દાહોદ જિલ્લામાં સરકારી ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
ખાસ નોંધ : ઉપરની જણાવેલ બધી પોસ્ટ પર 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચવી.
હાલ ચાલુ ભરતી વિશેની વધારે માહિતી માટે નીચે અંગ્રેજીમાં રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તે વિશેની માહિતી તમારી સામે ખુલી જશે, ધન્યવાદ.