Government job in Bhavnagar : નેશનલ હેલ્થ મિશન હેઠળ ભાવનગરમાં આરોગ્ય અને તબીબી ક્ષેત્રમાં પડેલી ખાલી જગ્યા અને ભવિષ્યમાં થનારી ખાલી જગ્યા માટે પ્રતિક્ષા યાદી બનાવવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવી છે, હાલ અરજી પ્રક્રિયા શરૂ છે પરંતુ અરજી કરતા પહેલા આ ભરતીને લઈને નીચે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આપી છે, આ જાણકારી એક વાર જરૂર વાંચજો.
Government Job In Bhavnagar
જે પણ ઉમેદવાર મિત્રો તબીબી ક્ષેત્રમાં પોતાની શૈક્ષણિક લાયકાત ધરાવે છે તેમજ ખાસ કરીને તેઓ ભાવનગરમાં નોકરી કરવા ઈચ્છે છે તો તેઓને આ ભરતીમાં જરૂર ફોર્મ ભરવું જોઇએ, ચાલો જાણીએ કે આ ભરતીમાં કેટલી પોસ્ટ પર ભરતી થશે અને પોસ્ટ મુજબ કેટલી ખાલી જગ્યાઓ પર હાલ ભરતી કરવામાં આવી રહી છે.
- નર્સ પ્રેકટીશનર મીડવાઇફ (NPM) પદ માટે એક ખાલી જગ્યા છે.
- પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન) રીજયન તથા જિલ્લા કક્ષાએ (ભાવનગર, બોટાદ) માટે ત્રણ જગ્યા છે.
આમ બે પદ પર ટોટલ 4 જગ્યાઓ રહેલી છે.
ફોર્મ ભરવા માટેની તારીખો
જે ઉમેદવાર મિત્ર આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તે ઉમેદવાર મિત્રોએ 30 સપ્ટેમ્બર 2024 થી 6 ઓક્ટોબર 2024 સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે, ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તે વિશેની માહિતી નીચે આપેલી છે.
કોણ અરજી કરી શકે ?
અરજી કરવા માટે મુખ્યત્વે બે બાબતોને ધ્યાને લેવામાં આવે છે, ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત. તો ચાલો ઉંમર મર્યાદા વિશે જાણકારી મેળવીએ.
- નર્સ પ્રેકટીશનર મીડવાઇફ (NPM) પદ માટે અરજદારની ઉંમર 40 વર્ષથી વધારે ના હોવી જોઈએ.
- પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન) રીજયન તથા જિલ્લા કક્ષાએ (ભાવનગર, બોટાદ) માટે અરજદારની ઉંમર 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ.
હાલ ચાલુ ભરતી : 14,298 જગ્યાઓ પર બમ્પર ભરતી, 10 પાસ ઉમેદવારો ખાસ જુએ
હવે શૈક્ષણીક લાયકાત માટે તમારે સતાવાર જાહેરાત જોવી પડશે, સતાવાર જાહેરાત ડાઉનલોડ કરવા માટે છેલ્લે લિંક આપેલી છે.
પગાર ધોરણ
પગાર ધોરણ વિશેની માહિતી આપતા પહેલા તમે જણાવી દઈએ કે આ ભરતી 11 મહિનાના કરાર આધારિત કરવામાં આવી રહી છે, તો હવે પગાર વિશેની માહિતી મેળવી લઈએ.
- જે ઉમેદવારને પસંદગી નર્સ પ્રેકટીશનર મીડવાઇફ (NPM) તરીકે થાય છે તેને મહિને રૂપિયા 30,000 પગાર આપવામાં આવશે.
- જે ઉમેદવારને પસંદગી પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન) તરીકે થાય છે તેને મહિને રૂપિયા 16,000 પગાર આપવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી ?
- જે ઉમેદવાર આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવે છે તેમજ આ ભરતીમાં રસ ધરાવે છે તે ઉમેદવારે સૌ પ્રથમ arogyasathi.gujarat.gov.in વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- અહી મેઇન મેનુ માં તમારે “પ્રવેશ” નામનો વિકલ્પ પસંદ કરવાનો છે.
- હવે તમારે “કરંટ ઓપનિંગ” નામનો વિકલ્પ પસંદ કરવાનો છે.
- હવે તમને કે પણ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે તે ભરતીઓનું લીસ્ટ દેખાશે.
- અહી જે પણ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય તેના પર “એપ્લાય નાવ” પર ક્લિક કરી અરજી કરી શકો છો.
આવી રીતે સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, જો તમારે હાલ ચાલુ ભરતી વિષે વધારે માહિતી મેળવવી હોય તો નીચે recruitment news લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે તે અંગેની માહિતી ખુલી જશે, ધન્યવાદ.