GMC Recruitment for program assistant : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આજે અમે તમને અહીં આ ભરતી વિષે મહત્વપૂર્ણ જાણકારી આપવાના છીએ, ઉપરાંત આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે તો તમે ગાંધીનગરમાં સરકારી નોકરી કરવા ઈચ્છો છો તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.
GMC Recruitment for program assistant
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોગ્રામ આસિસટન્ટ પદ પર ખાલી જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવી છે, જો પ્રોગ્રામ આસિસટન્ટ પદની ખાલી જગ્યાઓની વાત કરીએ તો… આ પદ પર 1 ખાલી જગ્યા છે. તો ચાલો હવે કોણ કોણ ઉમેદવાર આ ભરતી માટે લાયક છે તે માટેની માહિતી મેળવી લઈએ.
કોણ અરજી કરી શકે છે ?
કોઈ પણ સરકારી ભરતીમાં મોટા ભાગે લાયકાતમાં બે બાબતો ધ્યાને લેવામાં આવે છે, ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત. તો ચાલો સૌ પ્રથમ શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી મેળવીએ.
(1) ગ્રેજયુએટની ડીગ્રી તથા
(2) Diploma/Certificate in Computer Application અને
(3) M.S.ઓફિસનું સંપૂર્ણ જ્ઞાન તેમજ 3 થી 5 વર્ષનો અનુભવ
હાલ ચાલુ ભરતી : એકસાથે 5066 જગ્યાઓ પર મોટી ભરતી, 10 પાસ ઉમેદવારો માટે ખાસ, છેલ્લી તારીખ પહેલાં ફોર્મ ભરી દે જો
ચાલો હવે ઉંમર મર્યાદાની વાત કરીએ… આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારની ઉમર 40 વર્ષ કરતા વધારે ના હોવી જોઈએ.
પગાર ધોરણ
પગાર ધોરણની માહિતી આપતા પહેલા તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવી રહી છે, હવે પગાર ધોરણ વિશે વાત કરીએ તો જો તમે આ પ્રોગ્રામ આસિસટન્ટ પદ પર નોકરી મેળવો છો તો તમને મહિને રૂપિયા 16,000 ફિક્સ પગાર આપવામાં આવશે.
આ દસ્તાવેજની જરૂર પડશે
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમારે નીચેના દસ્તાવેજ અપલોડ કરવાના થશે.
- ઉમર અંગેનો પુરાવા માટે લિવિંગ સર્ટિફિકેટ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ… વગેરે માંથી કોઈ એક ડોક્યુમેન્ટ
- ધોરણ 12 ની માર્કશીટ
- ધોરણ 12 નું ટ્રાયલ સર્ટિફિકેટ
- કોઈ પણ સ્નાતકની છેલ્લા વર્ષ અથવા છેલ્લા બે સીમ ની માર્કશીટ
- ડિગ્રી સર્ટિફિકેટ
- ડીપ્લોમાં / કોમ્પ્યુટર અંગેનું સર્ટીકીકેટ
- અનુભવ સર્ટીફીકેટ
ફોર્મ ભરવા માટેની તારીખ
જો તમે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરેલ પ્રોગ્રામ આસિસટન્ટ પદ પર ફોર્મ ભરવા ઈચ્છો છો તો તમારે તારીખ 24/09/2024 થી તારીખ 30/09/2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવી પડશે.
આ માટે તમે https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx વેબસાઈટ ઓપન કરી, આ ભરતીમાં ઓનલાઇન અરજી કરી શકો છો. ધ્યાન રહે કે અરજી ફક્ત ઓનલાઇન જ સ્વીકારવામાં આવે છે તેમજ અધૂરી માહિતી વાળી અરજીઓ રિજેક્ટ કરી દેવામાં આવશે, તો ધ્યાનથી ફોર્મ ભરવું.
મિત્રો આ રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી માટે અમારી સાથે જોડાયા રહો, તેમજ જો તમારે હાલ ચાલુ ભરતી વિષેની માહિતી મેળવવી હોય તો નીચે રિક્રૂમેંટ ન્યુઝ લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે માહિતી મળી જશે, ધન્યવાદ.