GMC Recruitment 2024-25 : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગરના હાઉસિંગ સેલમાં એફોર્ડેબલ હાઉસિંગ મિશન હેઠળ ભરતી હાથ ધરવામાં આવી છે, તો જો તમે ગાંધીનગરમાં સરકારી નોકરી કરવાનું વિચારી રહ્યા છો તો આ લેખ તમારે જરૂર વાંચવો જોઈએ, અહીં આ ભરતી વિશેની મહત્વપૂર્ણ જાણકારી આપેલી છે. તો ચાલો શરૂ કરીએ…
ગાંધીનગરમાં સરકારી નોકરી | GMC Recruitment 2024-25
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગરના હાઉસિંગ સેલમાં એફોર્ડેબલ હાઉસિંગ મિશન હેઠળ જાહેર કરાયેલ ભરતીમાં કઈ કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ છે તે વિશેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
- મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર માટે ત્રણ જગ્યા
- હાઉસિંગ ફાઇનાન્સ સ્પેશિયાલિસ્ટ માટે એક જગ્યા
- MIS સ્પેશિયાલિસ્ટ માટે એક જગ્યા
- સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ માટે એક જગ્યા
આમ અલગ અલગ પોસ્ટ પર ટોટલ જગ્યાઓની ગણતરી કરીએ તો, ટોટલ છ જગ્યા ઉપર ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
હાલ ચાલુ ભરતી : વડોદરામાં સરકારી નોકરીની જાહેરાત, 15 ઓક્ટોબર પહેલા અરજી કરવી પડશે
અરજી કરવા માટે જરૂરી તારીખો
જે પણ ઉમેદવાર મિત્ર આ ભરતીમાં રસ ધરાવે છે તે ઉમેદવારે તારીખ 27 સપ્ટેમ્બર 2024 થી તારીખ 17 ઓક્ટોબર 2024 સુધીમાં નિયત સરનામે અરજી પહોંચાડવાની રહેશે, અરજી કયાં સરનામે કરવાની છે તેની માહિતી નીચે આપેલી છે.
કોણ અરજી કરી શકે ?
કોઈ પણ સરકારી ભરતીમાં અરજી કરવા માટે બે બાબતો કહે ધ્યાને લેવામાં આવે છે, ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત. તો ચાલો સૌ પ્રથમ ઉંમર મર્યાદા વિશે માહિતી મેળવીએ.
ઉપર દર્શાવેલ દરેક પોસ્ટ માટે ઉમેદવારની ઉમર 40 વર્ષ કરતા વધારે હોવી ના જોઈએ અને શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ છે તેથી તે વિશેની માહિતી માટે તમે સતાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.
પગાર ધોરણ
પગાર ધોરણની વાત કરીએ તો જે પણ ઉમેદવાર મિત્રની મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર અથવા હાઉસિંગ ફાઇનાન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે પસંદગી થાય છે તે ઉમેદવારને માસિક રૂપિયા 30,000 આપવામાં આવશે અને જે ઉમેદવારની MIS સ્પેશિયાલિસ્ટ અથવા સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પસંદગી થાય તે ઉમેદવારને મહિને રૂપિયા 20,000 સેલરી આપવામાં આવશે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવી રહી છે.
અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ
- દરેક અરજી ફોર્ની સો રૂપિયાની ડી.ડી. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નામનો જોડવાનો છે.
- પોતાના બાયોડેટા વિશેની માહિતી
- જન્મ તારીખનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- જે પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો તે બધાની માર્કશીટ અને સર્ટીફીકેટ
- અનુભવ ધરાવતા હોય તો તેના સર્ટિફિકેટ
- પાસપોર્ટ સાઇઝનો ફોટા
અરજી કયાં સરનામે મોકાલવાની
જે પણ ઉમેદવાર મિત્રો યોગ્ય શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા ધરાવે છે તે ઉમેદવારોએ તારીખ 17 ઓક્ટોબર 2024 સુધીમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસિંગ સેલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન, ફાયર સ્ટેશનની પાછળ, સેક્ટર-17, ગાંધીનગર – 382016 એ અરજી પહોચાડવાની રહેશે.
એક બાબત ખાસ ધ્યાન રાખવી કે અરજી કુરિયર-પોસ્ટ દ્વારા જ મોકલવી. બીજી કોઈ રીતે અરજી સ્વીકારવામાં નહીં આવે.
નોંધ : અરજી કરવા માંગતા ઉમેદવારોએ પહેલા સતાવાર જાહેરાત વાંચવી, ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવો. સતાવાર જાહેરાત https://gandhinagarmunicipal.com પરથી મેળવી શકો છો.
આવી રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ જો હાલ ચાલુ ભરતી વિશેની માહિતી મેળવવી હોય તો નીચે recruitment news લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તે વિશેની માહિતી મળી જશે, ધન્યવાદ.