GMC Recruitment 2024: ગાંધીનગર મહાનગર પાલિકામાં સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ 03 ઓક્ટોબર 2024

GMC Recruitment 2024: ગાંધીનગર મહાનગર પાલિકામાં સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવાર મિત્રો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ક્લાસ વન અને ટુ પદ માટે ભરતીની સતાવાર જાહેરાત કરી દેવામાં આવી છે, જો તમે જીપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તમારે આ ભરતી વિષે જરૂર જાણવું જોઈએ, ચાલો આ ભરતીની સામાન્ય માહિતીની જાણકારી મેળવીએ.

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી | GMC Recruitment 2024

ગાંધીનગર મહાનગર પાલિકામાં સરકારી નોકરી કરવા માટે જીપીએસસી દ્વારા જાહેરાત ની માહિતી મુજબ લાયક ઉમેદવાર 18 સપ્ટેમ્બર 2024 થી ઓનલાઇન અરજી કરી શકશે, આ ભરતી બે પદ પર થશે. અધિક સિટી ઈજનેર વર્ગ-1 અને મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ-2. તો જો તમે આ બે માંથી કોઈ એક પદ પર સરકારી નોકરી કરવા ઈચ્છો છો તો આ લેખ છેલ્લે સુધી વાંચજો.

ટોટલ ખાલી જગ્યા

ઉપર જણાવ્યું તેમ ગાંધીનગર મહાનગર પાલિકામાં ટોટલ બે પદ, અધિક સિટી ઈજનેર વર્ગ-1 અને મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ-2 ની ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવી છે તો ચાલો જોઈ લઈએ કે આ પદો પર કેટલી કેટલી જગ્યાઓ છે.

  • મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ-2 ની પોસ્ટ પર ટોટલ 6 જગ્યાઓ છે.
  • અધિક સિટી ઈજનેર વર્ગ-1 પોસ્ટ માટે ટોટલ 1 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

કોણ અરજી કરી શકશે ?

અરજી કરવા માટે ઉમેદવાર જરૂરી શૈક્ષણીક લાયકાત ધરાવતો હોવો જોઈએ અને યોગ્ય ઉંમર મર્યાદા તો સૌ પ્રથમ શૈક્ષણીક લાયકાત વિશે માહિતી મેળવી લઈએ.

મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ-2 ની પોસ્ટ માટે ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા માંથી મેકેનીકલ એન્જિનિયરિંગમાં બીઈ/ બી ટેક કરેલું હોવું જોઈએ અથવા ઓટો મોબાઈલ એન્જિનિયરિંગ.

હાલ ચાલુ ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ 3 ઓક્ટોબર 2024

અધિક સિટી ઈજનેર વર્ગ-1 પદ માટે ઉમેદવારે સિવિલ એન્જિનિયરિંગમાં બીઈ/બી ટેક ની બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ, આ ઉપરાંત યોગ્ય અનુભવની પણ જરૂર પડે છે, આ અંગેની વધારાની માહિતી માટે સતાવાર જાહેરાત જોઈ શકો છો.

હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ-2 પદ માટે ઉમેદવારની ઉમર 18 વર્ષ થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ ઉપરાંત અધિક સિટી ઈજનેર (સિવિલ) પદ માટે 18 વર્ષ થી 40 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ, તમને જણાવી દઈએ કે અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળે છે.

અગત્યની તારીખો

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 18/09/2024 થી 03/10/2024 સુધી ફોર્મ ભરી શકે છે. પરીક્ષાની તારીખની વાત કરીએ તો જાહેરાતમાં આપેલી માહિતી મુજબ પ્રાથમિક પરીક્ષા ફેબ્રુઆરી 2025 માં હોય શકે છે તેમજ તેનું પરિણામ મે 2025 માં આવી શકે છે અને તેમાં સફળ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે જુલાઈ 2025 માં બોલાવવામાં આવી શકે છે.

અરજી ફી અને ઓનલાઇન ફોર્મ ભરવાની રીત

ફોર્મ ભરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવાર મિત્રોને 100 રૂપિયા ભરવા પડશે અને કે ચાર્જ લાગે તે. આ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારોને ફોર્મ ભરવા માટે ફી ભરાવાની નથી, ઘરે બેઠા નીચે મુજબ અરજી કરી શકો.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરવાની રહેશે અહી તમને આ ભરતી માટેની જાહેરાત મળી જશે અને અરજી કરવા માટેની લીંક પણ મળી જશે અહી પૂછવામાં આવેલી વિગતો દાખલ કરી દીધા પછી જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અને છેલ્લે અરજી ફી ભર્યા બાદ તમે અરજી કન્ફર્મ કરી સબમીટ કરી શકો છો.

મિત્રો આ રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો તેમજ હાલ ચાલુ ભરતીની માહિતી મેળવવા નીચે રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે હાલ ચાલુ ભરતીની માહિતી તમારી સામે આવી જશે.

Leave a Comment