GCERT Recruitment 2024 : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા શિક્ષણ વિભાગમાં ભરતી કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે, આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો જો તમે શિક્ષણ વિભાગમાં સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારે આજનો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચવા જોઈએ, અહીં અમે તમને આ ભરતીની મહત્વપૂર્ણ જાણકારી આપીશું.
GCERT Recruitment 2024 | સંશોધન અને તાલીમ સહાયક પોસ્ટ માટે ભરતી
ગુજરાતી શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા સંશોધન અને તાલીમ સહાયકની ખાલી જગ્યા ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ચાલો આ ભરતીમાં ટોટલ કેટલી જગ્યાઓ છે તે વિશેની માહિતી મેળવી.
સંશોધન અને તાલીમ સહાયક પદ પર ટોટલ 253 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત થઈ છે. શાખાવાર ખાલી જગ્યાઓની માહિતી સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો, સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરવાની લિંક છેલ્લે આપેલ છે.
અગત્યની તારીખો
જે પણ ઉમેદવાર મિત્ર આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તે ઉમેદવાર મિત્રોએ તારીખ 25/09/2024 થી 05/10/2024 સુધી http://www.sebexam.org વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકશે, આ ઉપરાંત અરજી ફી તારીખ 06/10/2024 સુધી સ્વીકારવામાં આવશે.
હવે પરીક્ષા ની તારીખ ન વાત કરીએ તો… પ્રાથમિક પરીક્ષા તારીખ 17/11/2024 ના રોજ લેવામાં આવશે અને મુખ્ય પરીક્ષા 15/12/2024 ના દિવસે લેવામાં આવશે.
ફોર્મ ભરવા માટે ફી અને ઉંમર મર્યાદા
જે પણ ઉમેદવાર મિત્ર આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભરવા માટે રૂપિયા 350 અરજી ફી તરીકે તરીકે ચુકવવાના રહેશે. મુખ્ય પરીક્ષામાં સિલેક્ટ થનાર ઉમેદવારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરે અરજી ફી ચૂકવવાની રહેશે.
સંશોધન અને તાલીમ સહાયક પોસ્ટ પર અરજી કરવા માટે તમારી ઉંમર 42 વર્ષથી વધારે ના હોવી જોઈએ.
પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાત
પગાર ધોરણ ની માહિતી આપતા પહેલા તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કરાર આધારિત છે, આ કરાર દરમિયાન તમને રૂપિયા 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે.
હાલ ચાલુ ભરતી : આણંદ જિલ્લામાં સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે ભરતી ની જાહેરાત
શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો… અલગ અલગ શાખા મુજબ શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે તેથી દરેક શાખાની વિગતવાર માહિતી તમે ઓફિસિયલ નોટિફિકેશન માંથી મેળવશો તો વધારે સારું રહેશે, ઓફિસિયલ નોટિફિકેશન નીચેથી મેળવી શકો છો.
અરજી કેવી રીતે કરવી ?
- જે ઉમેદવાર મિત્રો યોગ્ય લાયકાત ધરાવે છે તે ઉમેદવાર મિત્રોએ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ http://www.sebexam.org વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- અહીં તમારે “એપ્લાય ઓનલાઇન” પર ક્લિક કરવાનું છે.
- હવે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે, તેમાં તમારે બધી વિગતો ભરવાની છે.
- સહી તેમજ ફોટો વગેરે અપલોડ કરી અરજી સબમિટ કરવાની છે.
- ધ્યાન રહે અરજી ફી ભરવાનું ના ભૂલાય.
મિત્ર આવી રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો ઉપરાંત હાલ ચાલુ ભરતી વિશેની માહિતી મેળવવા માટે નીચે અંગ્રેજીમાં રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું હશે તેના પર ક્લિક કરશો એટલે હાલ ચાલુ કરતી વિશેની માહિતી તમારી સામે આવી જશે, ધન્યવાદ.