Drone Sahay Yojana 2024-25: ખેડૂતોને હવે મજા પડવાની છે કારણ કે હવે ખેતરમાં દવા છંટકાવ કરવા માટે જેટલો ખર્ચો થશે તે ખર્ચના 90% ખર્ચ ગુજરાત સરકાર તરફથી ચૂકવવામાં આવશે, જો તમે એક ખેડૂતો છો અને તમે પોતાના ખેતરમાં દવા છટકાવ કરવા માટે ટોટલ ખર્ચના 90% ખર્ચ માટે લાભ લેવા ઇચ્છો છો તો આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો.
કેવી રીતે સહાય મળે છે | Drone Sahay Yojana 2024-25
ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં દવાના છંટકાવ કરવા માટે વધારે મહેનત ના કરવી પડે તેમજ ખૂબ જ ઝડપથી તેના ખેતરમાં દવાનો છંટકાવ થઈ જાય તે માટે આ યોજના દ્વારા જો ખેડૂત પોતાના ખેતરમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરે છે તો ડ્રોન સહાય યોજનાનો લાભ લઇ ખેડૂત દવા છંટકાવ કરવા જે ખર્ચ થયો છે તે ખર્ચના 90 ટકા રકમ સહાય તરીકે આ યોજના દ્વારા મેળવી શકે છે. તો ચાલો હવે આ યોજના દ્વારા શું લાભ મળશે તેની માહિતી મેળવીએ.
આ યોજનાથી શું લાભ મળે છે ?
જો ખેડૂત પોતાના ખેતરમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરે છે તો તે ખેડૂતને ડ્રોન સહાય યોજના દ્વારા એક એકરમાં દવા છાંટવામાં જેટલો ખર્ચ થયો હોય તે ખર્ચના 90% અથવા એક એકર દીઠ વધુમાં વધુ 500 રૂપિયા સહાય મળે છે. એટલે કે જો તમે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરો છો પરંતુ એક એકર જમીનમાં દવાનો છંટકાવ કરવામાં ₹700 નો ખર્ચ થઈ જાય છે તો ₹700 ના 90% એટલે રૂપિયા 630 થશે, પરંતુ આ યોજના દ્વારા તમને એક એકર દીઠ વધુમાં વધુ રૂપિયા 500 ની જ સહાય મળવા પાત્ર છે તેથી તમને આ 700 ના ખર્ચ પર 500 રૂપિયા સહાય રૂપે મળે છે.
આ યોજનાનો લાભ લેવા માટેના નિયમો
જો તમે આ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો તમે ગુજરાતના ખેડૂત હોવા જોઈએ, ડ્રો સહાય યોજના દ્વારા વધુમાં વધુ પાંચ એકરની જમીનમાં દવાના છંટકાવવા માટે સહાય મળે છે એટલે કે આ યોજના દ્વારા તમને વધુમાં વધુ રૂપિયા 2500 ની સહાય મળવા પત્ર થાય છે તેમજ આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ ખેડૂત પાસે હોવા જોઈએ અને સૌથી જરૂરી બાબત કે દવાનો છંટકાવ ડ્રોનથી જ થવો જોઈએ.
Drone Sahay Yojana માટે ક્યાં ડોક્યુમેન્ટસ જરૂરી છે
Drone Sahay Yojana મા અરજી કરવા માટે ખેડૂત પાસે પોતાનું આધાર કાર્ડ, પોતાના ખેતરના સાત બાર અને આઠ-અ ની નકલો આ ઉપરાંત બેંક એકાઉન્ટના પાસબુક ની નકલ અને અરજી કરનાર ખેડૂતનો ફોટો.
અરજી કરવા માટેની તારીખો
હાલ આ યોજનામાં અરજી પ્રક્રિયા ચાલુ જ છે પરંતુ હાલ તમે અરજી કરી શકતા નથી તો તમે તારીખ 28/02/2025 સુધીમાં અરજી કરી શકશો અને સૌથી મહત્વની વાત કે તમે ઘરે બેઠા જ મોબાઈલ દ્વારા નીચે પ્રમાણે અરજી કરી શકો છો.
આવી રીતે મોબાઈલથી જ અરજી કરો
સૌપ્રથમ તમારે મોબાઇલમાં ગૂગલ પર જઈ “આઇ ખેડૂત પોર્ટલ” સર્ચ કરવાનું છે, એટલે જે પેલી વેબસાઈટ દેખાય તેના પર ક્લિક કરવું પછી તમને આ વેબસાઈટ પર “યોજનાઓ” નામનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરશો પછી નવા પેજ પર તમારે “ખેતી વાડીની યોજનાઓ” પર ક્લિક કરવાનું થશે હવે તમને “ડ્રોન થી છંટકાવ” નામની યોજના દેખાશે, આ યોજના દ્વારા જ તમને ઉપર મુજબ ની સહાય મળે છે તેથી તમારે આ યોજના પસંદ કરવાની થશે.
ત્યારબાદ તમને આ યોજનાની જરૂરી માહિતી દેખાશે અને સાથે સાથે અરજી કરવાનું ઓપ્શન પણ દેખાશે, તમે અરજી કરવામાં ઓપ્શન પર ક્લિક કરશો એટલે સરકાર દ્વારા જ કેવી રીતે અરજી કરવી તેની માહિતી આપવામાં આવે છે, તે સ્ટેપ અને માર્ગદર્શન મુજબ આગળ અરજી પ્રક્રિયા કરો.