DRDO NET JRF Recruitment 2024 : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સફળ થવા માટે તમારે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની જરૂર નથી ઉપરાંત પસંદગી પામનાર ઉમેદવારને માસિક રૂપિયા 67,000 પણ આપવામાં આવે છે, તો જો તમે આ ભરતીમાં રસ ધરાવો છો તો.. આ આર્ટિકલ છેલ્લે સુધી જરૂર વાંચજો.
જગ્યાનું નામ અને જગ્યાની માહિતી | DRDO NET JRF Recruitment 2024
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચાર પદો પર ભરતીની જાહેરાત કરી છે, આ પદનું નામ અને તેના માટે રહેલી ખાલી જગ્યા વિશેની માહિતી નીચે મુજબ આપેલી છે.
- રિસર્ચ એસોસીએટ (કેમેસ્ટ્રી) માટે બે જગ્યા
- જુનિયર રિસર્ચ ફિલો (કેમેસ્ટ્રી) માટે ત્રણ જગ્યા
- જુનિયર રિસર્ચ ફિલો (મિકેનિકલ એન્જિનિયર) માટે એક જગ્યા
- જુનિયર રિસર્ચ ફિલો (બાયો કેમિકલ એન્જિનિયર એન્જિનિયર/ બાયો ટેક) માટે એક જગ્યા
વેતન કેટલુ આપવામાં આવશે ?
રિસર્ચ એસોસીએટ (કેમેસ્ટ્રી) પદ પર પસંદગી પામનાર ઉમેદવારને ₹67,000 + HRA સ્ટાઇપેન્ડ આપવામાં આવશે તેમજ બાકીના ત્રણ પદ છે તેમાં સિલેક્ટ થનાર ઉમેદવારને ₹37,000 + HRA સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
કોણ અરજી કરી શકે ?
કોઈપણ સરકારી ભરતીમાં અરજી કરવા માટે મુખ્યત્વે બે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા.
હાલ ચાલુ યોજના : ખેડૂતોને તાડપત્રી ખરીદવા માટે હવે સરકાર આપશે નાણાકીય સહાય, જાણો કેવી રીતે અરજી કરવી
શૈક્ષણિક લાયકાત
- રિસર્ચ એસોસીએટ (કેમેસ્ટ્રી) માટે પીએચડી ઇન કેમેસ્ટ્રી
- જુનિયર રિસર્ચ ફિલો (કેમેસ્ટ્રી) માટે એમએસસી કેમેસ્ટ્રી વિથ નેટ/ગેટ ક્વોલિફિકેશન
- જુનિયર રિસર્ચ ફિલો (મિકેનિકલ એન્જિનિયર) માટે ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન મેકેનિકલ એન્જિનિયર (બીઈ/બીટેક) ઇન ફર્સ્ટ ડિવિઝન નેટ/ગેટ કોલીફીકેશન
- જુનિયર રિસર્ચ ફિલો (બાયો કેમિકલ એન્જિનિયર એન્જિનિયર/ બાયો ટેક) માટે ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન કેમિકલ એન્જિનિયરિંગ / બાયો એન્જિનિયરિંગ ઇન ફર્સ્ટ ડિવિઝન નેટ/ગેટ કોલીફીકેશન
ઉમર મર્યાદા
રિસર્ચ એસોસીએટ (કેમેસ્ટ્રી) માટે વધુમાં વધુ 35 વર્ષની ઉંમર મર્યાદા રાખેલી છે અને બાકીના જે ત્રણ પદ છે તેના માટે વધુમાં વધુ 28 વર્ષની ઉંમર મર્યાદા રાખેલી છે આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સરકારના નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર છે.
મહત્વની તારીખો અને એડ્રેસ
જો તમે ઉપર મુજબની યોગ્યતા ધરાવો છે તો તમારે “સેન્ટર ફોર ફાયર, એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયરમેન્ટ સેફ્ટી, બ્રિગેડ. એસ.કે. મઝુમદાર માર્ગ, તિમારપુર, દિલ્હી-110054” આ સરનામે તારીખ 14 ઓક્ટોબર અને 15 ઓક્ટોબરે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે.
નોંધ : આ સરકારી ભરતીની વધારે માહિતી માટે તમે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની ઓફિસિયલ વેબસાઈટ https://www.drdo.gov.in/drdo/ પરથી મેળવી શકો છો, સત્તાવાર જાહેરાતની સંપૂર્ણ વિગત વાંચ્યા બાદ જ આગળ પગલું ભરવું.
મિત્ર આવી રીતે નવી નવી સરકારી ભરતીઓની માહિતી સમયસર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ તમે હાલ ચાલુ ભરતીની માહિતી મેળવવા ઈચ્છો છો તો તમારે નીચે રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરવાનું થશે જેથી તમને હાલ ચાલુ ભરતી વિશેની માહિતી મળી રહે, ધન્યવાદ.