DA hike latest news: પોતાના પગારમાં વધારો થતો જોવો કોને ન ગમે, પ્રાઇવેટ નોકરી હોય કે સરકારી નોકરી જો પગારમાં વધારો થતો હોય તો બધાને મજા જ આવે તે પછી રાજ્ય સરકારનો કર્મચારી હોય કે કેન્દ્ર સરકારનો કર્મચારી દર વખતે સરકારી કર્મચારીને મળતા ભથ્થામાં ફેરફાર થાય છે, તો આજે આપણે સરકારી નોકરી કરતા લોકોના ડીએ માં કેટલો વધારો થશે અને ક્યારે થશે તે વિશેની માહિતી આ લેખ મારફતે જોઇશું, તો ચાલો શરૂ કરીએ…
25 સપ્ટેમ્બરે લેવાશે નિર્ણય | DA hike latest news
તમને બધાને ખબર જ હશે કે સાતમા પગાર પંચ પ્રમાણે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે અને તેથી જ કેન્દ્રીય કર્મચારીઓ જુલાઈ મહિના થી સપ્ટેમ્બર મહિના સુધી પગારમાં વધારાની વાટ જોઈને બેઠા હોય છે, એટલે જેઓ આ વિશેના સમાચારની રાહ જોઈને બેઠા છે તે કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે કે કેન્દ્ર સરકારની 25 સપ્ટેમ્બરે એક કેબિનેટ બેઠક યોજાવાની છે ત્યારે આ બાબત વિશે સારા સમાચાર આવી શકે છે.
હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે ડીએ માં કેટલો વધારો થશે… હવે મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ આ સરકારી ભથ્થા માં વધારો કરવા માટે જે આંકડાઓ ધ્યાને લેવાઈ છે તે આંકડાઓ પ્રમાણે ડીએમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે, જો 25 સપ્ટેમ્બરની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવે તો મોંઘવારી ભથ્થું 50% થી વધીને 53% થઈ જશે.
પગારમાં એટલો વધારો થઈ શકે છે
જો 25 સપ્ટેમ્બરને કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ત્રણ ટકા વધારવામાં આવે તો જે કેન્દ્રીય કર્મચારી નો પગાર ₹45,000 છે તેનો પગાર વધીને ₹46,350 થઈ જશે, કેમ કે 45,000 માં ત્રણ ટકાનો વધારો કરીએ તો ₹46,350 થાય છે. આવી રીતે તમે તમારા પગારમાં 3 ટકાનો વધારો કરી ગણતરી કરી શકો છો.
તો આશા રાખીએ છીએ કે 25 સપ્ટેમ્બર ની કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવે અને તેઓને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થાય અને કેન્દ્રીય કર્મચારીઓને પગારમાં વધારો થાય, ધન્યવાદ.