CRPF Constable Recruitment 2024 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા હમણાં જ કોન્સ્ટેબલ જીડીની પોસ્ટ માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, આ સરકારી ભરતીનું જગ્યા પણ બહોળા પ્રમાણમાં છે તેમજ આ સરકારી ભરતી 10 પાસ પર થઈ રહી છે, તો જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો તમારે આ ભરતીમાં ફોર્મ જરૂર ભરવું જોઈએ કારણ કે 10 પાસ ઉપર ભરતી છે એટલે પરીક્ષાનું લેવલ પણ 10 પાસ જેટલું જ રાખવામાં આવે છે. તો ચાલો આ ભરતી વિશે મહત્વપૂર્ણ જાણકારી મેળવીએ.
કોન્સ્ટેબલ પદ માટે ભરતી | CRPF Constable Recruitment 2024
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ જીડી ની પોસ્ટ માટે ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, આ ભરતી ટોટલ 11,541 જગ્યાઓ પર થવાની છે. તો ચાલો આ ભરતીમાં ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ફોર્મ ભરવાની તારીખ અને આ ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરી શકાય તે અંગેની માહિતી મેળવીએ.
જગ્યાની માહિતી
સીઆરપીએફ કોન્સ્ટેબલ ભરતીમાં ટોટલ 11,541 જગ્યા વગર ભરતી થવાની છે જેમાં…
- પુરુષો માટે 11,299 જગ્યા પર ભરતી થશે
- મહિલાઓ માટે 242 જગ્યા પર ભરતી થશે
પુરુષો માટે 11,299 જગ્યાની કેટેગરી વાઇઝ જગ્યા ની વાત કરીએ તો..
- જનરલ કેટેગરી માટે 4765 જગ્યાઓ છે.
- ઓબીસી કેટેગરી માટે 2510 જગ્યાઓ છે.
- ઇડબલ્યુએસ કેટેગરી માટે 1130 જગ્યાઓ છે.
- એસસી કેટેગરી માટે 1681 જગ્યાઓ છે.
- એસટી કેટેગરી માટે 1213 જગ્યાઓ છે.
કઈ ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે
આ ભરતીમાં 18 વર્ષથી નીચેની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી નહીં કરી શકે ઉપરાંત 23 વર્ષથી વધારે ઉંમરના ઉમેદવારો આ ભરતીમાં અરજી નહીં કરી શકે. એટલે કે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારી ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ.
પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાત
જો તમે આ ભરતીમાં સફળ ઉમેદવાર સાબિત થાઉ છો તો તમને મહિને ₹18,000 થી ₹56,000 સેલરી મળે છે. સીઆરપીએફ કોન્સ્ટેબલ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ ભરતીમાં સરકાર માન્ય સંસ્થા માંથી 10 પાસ કરેલ તમામ ઉમેદવાર અરજી કરી શકે છે, પરંતુ ઉંમર મર્યાદાને ધ્યાને લેવામાં આવે છે.
અરજી કરવા માટે છેલ્લી તારીખ અને અરજી કરવાની પ્રક્રિયા
આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 5 સપ્ટેમ્બર ના રોજ થઈ ગઈ છે અને અરજી કરવા માટે છેલ્લી તારીખ 15 ઓક્ટોબર રાખવામાં આવી છે તો જે પણ ઉમેદવાર મિત્ર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેણે છેલ્લી તારીખની રાહ ન જોવી, છેલ્લી તારીખ પહેલા જ અરજી કરી દેવી. આ ભરતીમાં નીચેના સ્ટેપ ફોલો કરી અરજી કરી શકો છો.
અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ ssc.gov.in વેબસાઈટ પર જવાનું છે, અહી તમને ન્યુ અપડેટ નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવું પડશે ત્યારબાદ તમારે ‘SSC Constable GD in CRPF Recruitment 2024″ પર ક્લિક કરવાનું છે અહી તમને એપલાય કરવાનું વિકલ્પ મળશે, હવે તમે પૂછવામાં આવેલી વિગતો ભરી શકો છો અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરી અને અરજી સબમિટ કરી શકો છો.