Chief Officer Recruitment in Gujarat: આણંદ જિલ્લામાં ચીફ ઓફિસરની ખાલી જગ્યા ભરવા ભરતીની જાહેરાત, ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી

Chief Officer Recruitment in Gujarat : હાલ લોકોમાં સરકારી નોકરી મેળવવાનો ક્રેઝ ચાલી રહ્યો છે એવા અમે તમારા માટે વધુ એક સરકારી નોકરીની માહિતી લાવ્યા છે. આ માહિતી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન દ્વારા સતાવાર રીતે જાહેર કરાઈ છે તો આ જાહેરાત માં દર્શાવેલી મહત્વપૂર્ણ માહિતીની જાણકારી તમને આ પોસ્ટ દ્વારા મળવાની છે તેથી આ પોસ્ટ છેલ્લે સુધી જરૂર વાચજો.

ચીફ ઓફિસરની ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન જે નગર પાલિકામાં ચીફ ઓફિસરની ખાલી જગ્યા છે ત્યાં ભરતી કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ માગવામાં આવી છે, તો ચાલો જાણીએ કે કઈ નગર પાલિકામા ખાલી જગ્યા રહેલ છે.

  • આણંદ જિલ્લાની બ વર્ગની પેટલાદ નગર પાલિકામાં ચીફ ઓફિસરની ખાલી જગ્યા છે.
  • આણંદ જિલ્લાની ડ વર્ગની સોજીત્રા નગર પાલિકામાં ચીફ ઓફિસરની ખાલી જગ્યા છે.

તમને જણાવી દઈએ કે આ ચીફ ઓફિસરની કેટલી ખાલી જગ્યા રહેલી છે તે વિશેની માહિતી જાહેરાતમાં દર્શાવેલ નથી.

પગાર ધોરણ

“બ” વર્ગના ચીફ ઓફિસરને માસિક 40,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે અને “ક” અને ‘ડ” વર્ગના ચીફ ઓફિસરને મહિને 30,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે, આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સરકારી નોકરી 11 માસના કરાર આધારિત છે.

જરૂરી લાયકાત

અરજી કરવા માટે સામાન્ય રીતે ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં લેવામાં આવશે તો, ઉંમર મર્યાદાની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની ઉમર 62 વર્ષ થી ઓછી હોવી જોઈએ.

શિક્ષણીક લાયકાતની વાત કરીએ તો આ ભરતીમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને જ લાયક ગણવામાં આવ્યા છે.

હાલ ચાલુ ભરતી : ટોટલ 160 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 21/10/2024 પહેલા અરજી કરો

બ વર્ગના ચીફ ઓફિસર બનવા માટે લાયકાત

  • નિવૃત મામલતદાર ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકાઓ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગુજરાત જળ સંપતિ વિકાસ નિગમ, સરદાર સરોવર નર્મદા નિગમ લી, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ તથા જિલ્લા પંચાયતના મહેકમમાંથી નિવૃત થયેલા નાયબ કાર્યપાલક ઈજનરે (સિવિલ-મિકેનિકલ) ઉમેદવાર લાયક ગણાશે.

ક અથવા ડ વર્ગની નગરપાલિકામાં ચીફ ઓફિસર બનવા માટે લાયકાત

  • નિવૃત નાયબ મામલતદાર તેમજ ઉપર મુજબના નિવૃત થયેલા નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ-મિકેનિકલ) ઉમેદવારો લાયક ગણાશે.

આ ઉપરાંત ઉમેદવાર વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ ચાલુ ના હોવી જોઈએ અને લાસ્ટ દસ વર્ષના ખાતાકીય ખાનગી અહેવાલ પણ સરસ હોવા જોઈએ.

અહી ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું

જે ઉમેદવારો ઉપર મુજબની લાયકાત ધરાવે છે તે ઉમેદવારોએ તારીખ 26/09/2024 ના રોજ અગિયાર વાગે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન, છઠ્ઠા માળે, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલીબાગ, વડોદરા ખાતે સ્વપ્રમાણિત નકલ સાથે પોતાના ખર્ચે જરૂરી ઓરિજનલ સર્ટિફિકેટ અને છેલ્લા દસ વર્ષના ખાનગી અહેવાલ સાથે વોક ઈન ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.

સતાવાર જાહેરાત : અહી ક્લિક કરો


આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી થઈ હશે, જો તમે હાલ ચાલુ ભરતી વિષેની માહિતી મેળવવા ઈચ્છો છો તો નીચે રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે માહિતી મળી જશે, ધન્યવાદ.

Leave a Comment