BIS recruitment 2024: ₹19,900 થી ₹1,77,500 સુધીનો પગાર આપવામાં આવે છે આ સરકારી નોકરીમા, અહીથી અરજી કરો

BIS recruitment 2024: બીઆઈએસ દ્વારા અલગ અલગ પદો પર ટોટલ 345 જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરી દેવામાં આવી છે તેમજ અરજી પ્રક્રિયા પણ ચાલુ થઈ ચૂકી છે તો ચાલો આ ભરતીની કેટલીક મહત્વપૂર્ણ માહિતીની ચર્ચા કરી લઈએ, જેમ કે ફોર્મ ભરવાની તારીખો, પગાર ધોરણ, અલગ અલગ પોસ્ટ મુજબ જગ્યા ની માહિતી વગેરે.

આ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે | BIS recruitment 2024

ભારતીય માનાંક બ્યુરો દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર આ ભરતીમાં ઉમેદવારો તારીખ 9 સપ્ટેમ્બર 2020 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી બીઆઈએસ ની ઓફિસિયલ વેબસાઈટ bis.gov.in પર અરજી કરી શકો છો. પરંતુ અરજી કરતા પહેલા તમારે ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત વગેરે જેવી યોગ્યતા જાણીને જ અરજી કરવી જોઈએ.

અલગ અલગ પોસ્ટનું નામ અને તે પોસ્ટ પર જગ્યાઓ

બીઆઇએસ દ્વારા ટોટલ 345 પદ પર ભરતી કરવા અરજી મંગાવવામાં આવી છે તો આ ટોટલ જગ્યાની અલગ અલગ પોસ્ટ મુજબની માહિતી નીચે મુજબ કોષ્ટકમાં આપેલી છે.

આસિસ્ટન્ટ ડારેકટર 3
પર્સનલ આસિસ્ટન્ટ 27
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર 43
આસિસ્ટન્ટ 1
સ્ટેનોગ્રાફર 19
સિનિયર સેક્રેટીએટ આસિસ્ટન્ટ 128
જુનિયર સેક્રેટીએટ આસિસ્ટન્ટ 78
ટેકનિકલ આસિસ્ટન્ટ 27
સિનિયર ટેકનેશિયન 18
ટેકનેશિયન 1

આ ઉમેદવારો જ અરજી કરી શકશે

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે, અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ ઉંમર મર્યાદા છે. જો તમારી ઉંમર 27 વર્ષ થી 35 વર્ષ ની વચ્ચે છે તો તમે અરજી કરી શકશો અને અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે, પોસ્ટ મુજબ ઉંમર જાણવા માટે નીચે ઓફિસિયલ નોટીફિકેશન પરથી મેળવી શકો છો આ ઉપરાંત અલગ અલગ પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે જે ઓફિસિયલ નોટીફિકેશનમાં જોઈ શકો છો.

અરજી ફી અને પગાર ધોરણ

ઉપરની યોગ્યતા ધરાવતા ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તો તેઓએ આસિસ્ટન્ટ ડારેકટર પદ માટે અરજી કરવા ₹800 ફી ભરવાની રહેશે જ્યારે તે સિવાયની પોસ્ટ માટે અરજી કરવા ₹550 ફી ભરવાની રહેશે, આ ઉપરાંત એસસી, એસટી, પિએચ અને મહિલા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.

પગાર ધોરણની વાત કરીએ તો જો તમે આ નોકરી મેળવવામાં સફળ થાઓ છો તો તમને મહિને ₹19,900 થી ₹1,77,500 સુધીનો પગાર મળે છે, પોસ્ટ આધારે પગાર ધોરણ પણ અલગ અલગ છે.

આવી રીતે ઓનલાઇન અરજી કરો

  • સૌ પ્રથમ તમારે બીઆઈએસની સતાવાર વેબસાઈટ bis.gov.in ઓપન કરવાની થશે.
  • ત્યારબાદ આ વેબસાઈટના કરિયર વિભાગમાં જવાનું રહેશે.
  • અહી તમે જે પણ પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો, તેના પર ક્લિક કરવાનું થશે.
  • હવે તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે.
  • ત્યારબાદ આ ભરતી માટે પૂછવામાં આવેલી માહિતીની વિગતો ભર્યા બાદ દસ્તવેજ અપલોડ કરવાના થશે.
  • અને છેલ્લે જે ઉમેદવારોને અરજી ફી ભરાવાની છે તેઓએ ફી ચૂકવવાની થશે.
  • હવે તમે અરજી સબમિટ કરી શકો છો અને આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કઢાવી શકો છો.

Leave a Comment