Bank of Baroda Home Loan : દરેકનું સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય પરંતુ ઘર બનાવવા કે ઘર ખરીદવા માટે એકસાથે ઘણા બધા રૂપિયાની જરૂર પડે છે, મધ્યમ વર્ગના લોકો પાસે એકસાથે ઘણા બધા પૈસાની વ્યવસ્થા હોતી નથી. એવામાં મધ્યમ વર્ગના લોકો પાસે હોમ લોન લેવાનો વિકલ્પ હોય છે તો ચાલો આજના આ લેખમાં આપણે બેંક ઓફ બરોડા હોમ લોન વિશે મહત્વની જાણકારી મેળવીએ.
જો તમે પોતાનું ઘરનું સપનું જોઈ રહ્યા છો અને એ માટે ઓછા વ્યાજદરે 20 લાખ રૂપિયાની લોનની જરૂર છે તો, Bank of Baroda Home Loan તમારા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે. 20 લાખ રૂપિયાની લોન 20વર્ષની મુદત માટે મળે છે તો ચાલો આ હોમ લોનના વ્યાજદર વિશે જાણકારી મેળવીએ.
Bank of Baroda Home Loan Interest Rate
ફ્લોટિંગ વ્યાજદરની વાત કરીએ તો 8.50% થી 9.50% સુધીનું હોય છે જ્યારે ફિક્સડ વ્યાજદરની વાત કરીએ તો 9% થી 10% સુધીનું હોય છે, વ્યાજદર તમારા સિબિલ સ્કોર પર પણ આધાર રાખે છે જો સારો સિબિલ સ્કોર હોય તો ઓછા વ્યાજદરે લોન મળી જાય છે જ્યારે વધારે ખરાબ સિબિલ સ્કોર પર વધારે વ્યાજદર ચૂકવવો પડે છે આ ઉપરાંત તમે કેટલી મુદત માટે વ્યાજ લ્યો છો તેના પર પણ વ્યાજ દર આધાર રાખે છે.
જો તમે બેંક ઓફ બરોડા દ્વારા લોન મેળવવા ઈચ્છો છો તો તમારી પાસે જરૂરી દસ્તાવેજ પણ હોવા જોઈએ જેની જાણકારી નીચે મુજબ છે.
બેંક ઓફ બરોડા હોમ લોન માટે દસ્તાવેજની યાદી
- પ્રોપર્ટીને લગતા દસ્તાવેજ
- પાનકાર્ડ
- આધારકાર્ડ
- બેંક સ્ટેટમેન્ટ
- રહેણાક ના પુરાવા માટે ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લાઈટ બીલ વગેરે માંથી કોઈ એક
બેંક ઓફ બરોડા હોમ લોન માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા
- સૌ પ્રથમ તમારે બેંક ઓફ બરોડાની સતાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
- અહીં તમારે હોમ લોન વિભાગમાં જવાનું છે અને “એપ્લાય નાવ” પર ક્લિક કરવાનું છે.
- અહી એપ્લિકેશન ફોર્મમાં પુછેલ વિગત ભરવાની રહેશે જેમ કે તમારી પર્સનલ માહિતી, પ્રોપર્ટીની માહિતી વગેરે
- ત્યારબાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના થશે.
- અરજી સબમિટ કર્યા બાદ તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે.
- મંજૂરી મળી ગયા બાદ તમારા ખાતામાં લોનની રકમ આવી જશે.
આ ઉપરાંત તમે બેંક ઓફ બરોડાની મુલાકાત લઈને ત્યાં કોઈ કર્મચારી પાસેથી આ હોમ લોન વિશેની માહિતી મેળવીને આ લોન માટે ત્યાં જ ફોર્મ ભરી શકો છો.
આશા રાખું છું કે તમને આજની આ માહિતી પસંદ આવી હશે, જો તમારા કોઈ મિત્રને હોમ લોન લેવાની હોય તો તેને આ પોસ્ટ જરૂર શેર કરજો, ધન્યવાદ.