Bank Holidays in October : બેંકનું કામ તો દરેક લોકોને હોય છે અને ઘણીવાર તો બેંકના ધક્કા ખાઇને થાકી જઈએ તો પણ બેંકનું કામ સમયસર થતું નથી અને એવામાં જો બેંકે રજા હોય અને બેંકે ધક્કો થાય તો… આવું ન થાય એટલે આજે અમે તમારા માટે ખાસ માહિતી લાવ્યા છે કે ઓક્ટોબર મહિનામાં ક્યાં કયા દિવસે રજા રહેશે જેથી તમને બેંકની ખોટો ધક્કો ખાવો ના પડે, તો આજનો આ લેખ છેલ્લે સુધી જરૂર વાચજો.
આ દિવસો બેંકમાં રજા રહેશે | Bank Holidays in October
ભારતમાં દરેક રાજ્યોમાં અલગ અલગ તહેવારો ઉજવાય છે, અલગ અલગ રાજ્યમાં અલગ અલગ તહેવારો હોવાને લીધે અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા દિવસે બેંક બંધ રહેતી હોય છે પરંતુ આજે આપણે ફક્ત ગુજરાત રાજ્યની જ વાત કરીશું કે ક્યાં ક્યાં દિવસે બેંક બંધ રહેશે, તો ચાલો શરૂ કરીએ.
કામના સમાચાર : હવે આ વાદળી રંગનું નવું આધાર કાર્ડ આવ્યું, જાણો કોને કોને બનાવવું પડશે આ નવું આધાર કાર્ડ
- 2 ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ હોવને લીધે સમગ્ર દેશમાં રજા હોય છે તેથી 2 ઓક્ટોબરે બેંક પણ બંધ રહેશે.
- 5 ઓક્ટોબરના દિવસે રવિવાર છે તેથી બેંકે પણ રજા રહેશે.
- 12 ઓક્ટોબરે, મહિનાનો બીજો શનિવાર હોવાથી બેંકે રજા રહેશે કેમ કે મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક પર રજા હોય છે.
- 13 ઓક્ટોબરે રવિવાર હોવાથી બેંક બંધ રહેશે.
- 20 ઓક્ટોબરે ફરી રવિવાર છે તેથી આ દિવસે પણ બેંક પર રજા.
- 26 ઓક્ટોબરે આ મહિનાની ચોથો શનિવાર છે તેથી આ દિવસે પણ બેંક બંધ જ રહેશે.
- 27 ઓક્ટોબરે રવિવાર હોવાથી બેંક પર રજા રહેશે.
- 31 ઓક્ટોબરે અમદાવાદ જેવા મોટા શહેરમા દિવાળી ઉજવવામાં આવશે, તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પણ છે તેથી આ દિવસે બેંક પર રજા રહેશે.
આમ ટોટલ રજાઓ ગણીએ તો ઓક્ટોબર મહિનામાં 8 દિવસ બેંક બંધ રહેશે. તો જો તમારે બેંકનું કોઈ કામ બાકી હોય કે ઓક્ટોબર મહિનામાં બેંક પર જવાનું થાય તો ઉપરનું લીસ્ટ એકવાર જરૂર જોઈને જજો, જેથી બેંક પર ખોટો ધક્કો ના થાય.
આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી થશે, જો તમારા કોઈ મિત્રને બેંકનું કોઈ કામ બાકી હોય કે વાર વાર બેંક પર જવાની જરૂર પડતી હોય તો તેને આ આર્ટિકલ જરૂર શેર કરજો ઉપરાંત આવી રીતે કામના સમાચાર મેળવવા અમારી સાથે જોડાયા રહો તેમજ નીચે ન્યુઝ લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે આવા જ કામ ના સમાચાર વિશેની માહિતી તમારી સામે આવી જશે, ધન્યવાદ.