Bandhan Bank Business Loan : કોઈ પણ ધંધો શરૂ કરવા માટે કે તેને આગળ વધારવા માટે પૈસાની જરૂર પડતી હોય છે, એવામાં જો ખરા સમયે પૂરતા પૈસા ન હોય તો ધંધો ભાંગી જવાનો પણ ભય રહે છે આ સમસ્યાના ઉકેલ માટે તમે બિઝનેસ લોન લઈ શકો છો અને પોતાના બિઝનેસને નવું સ્વરૂપ આપી શકો છો તો ચાલો આજે Bandhan Bank Business Loan વિશે જરૂરી જાણકારી મેળવીએ.
Bandhan Bank Business Loan ની મુખ્ય વિશેષતાઓ
- બંધન બેંક દ્વારા બિઝનેસ માટે રૂપિયા પચાસ હાજર થી પચાસ લાખ સુધીની લોન મળે છે.
- સામાન્ય રીતે આ લોનનું વ્યાજદર 12% થી 18% સુધીની જોવા મળે છે.
- આ લોન તમને 12 મહિના થી 60 મહિના સુધીની મુદત માટે આપવામાં આવે છે.
- જો તમે નાની રકમની લોન માટે અરજી કરો છો તો તમારે સંપતિ ગીરવી રાખવાની જરૂર નથી પણ વધુ રકમની લોન માટે અરજી કરો છો તો સંપતિ ગીરવી રાખવી પડે છે.
કોને કોને બંધન બેંક દ્વારા બિઝનેસ મળે છે ?
બંધન બેંક દરેકને બિઝનેસ લોન નથી આપતી બિઝનેસ લોન લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડે છે, જે નીચે મુજબ છે.
- બિઝનેસ ઓછામાં ઓછો 2 વર્ષથી ચાલુ હોવો જોઈએ.
- બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર બેંક દ્વારા નક્કી કરેલ સીમા અંદર હોવું જોઈએ.
- આ લોન ફક્ત 21 વર્ષ થી 60 વર્ષ સુધીની ઉંમર ધરાવતા વ્યક્તિને જ આપવામાં આવે છે.
લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ
- ઓળખ પત્ર
- રહેઠાણનો પુરાવો
- બિઝનેસનું પ્રમાણપત્ર
- છ થી 12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- છેલ્લા બે વર્ષનું આવક રિટર્ન
આવી રીતે ઓનલાઇન અરજી કરો
- જો તમે બંધન બેંક દ્વારા આ બિઝનેસ લોન લેવા ઈચ્છો છો તો તમારે સૌ પ્રથમ બંધન બેંકની સતાવાર વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- અહી તમારે બિઝનેસ લોન માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.
- ત્યારબાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના થશે.
- આ બધીજ પ્રક્રિયા બાદ તમે અરજી સબમિટ કરી શકો છો.
- તમારી અરજીની ચકાસણી બેંક દ્વારા કરવામાં આવશે, જો લોન મંજૂર થઈ જાય તો તમારા ખાતામાં લોનની રકમના પૈસા આવી જશે.
જો તમે ઓનલાઇન અરજી નથી કરવા માંગતા તો તમે તમારા નજીકની બંધન બેંક પર જઈ આ લોન અંગેની વિગતવાર જાણકારી મેળવીને ત્યાં જ બિઝનેસ લોન માટે ફોર્મ ભરીને અરજી કરી શકો છો.
તો મિત્રો જો તમારો બિઝનેસ બે વર્ષથી ચાલી રહ્યો છે અને તમે ઉપરની શરતોનું પાલન કરો છો તો તમે બંધન બેંક દ્વારા બિઝનેસ લોન મેળવી શકો છો અને જો તમારો સિબિલ સ્કોર સારો છે તો તમને સરળતાથી અને બની શકે તેટલા ઓછા વ્યાજદરે લોન મળી જશે, જો તમારો કોઈ મિત્ર બિઝનેસ લોન લેવાનું વિચારી રહ્યો છે તો તેને આ પોસ્ટ જરૂર શેર કરજો, ધન્યવાદ.