Ayushman Bharat Yojna Rule Change : હાલ કેબિનેટ બેઠકમાં ઘણા બધા નવા નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ આજે આપણે આયુષ્યમાન ભારત યોજના થયેલા ફેરફાર વિશે માહિતી મેળવીશું. તમને ખ્યાલ જ હશે કે આયુષ્માન યોજના આરોગ્યને લગતી યોજના છે. હાલ આ યોજના દ્વારા પાંચ લાખનો મફત આરોગ્ય વીમા કવચ આપવામાં આવે છે. હવે આ યોજનામાં શું ફેરફાર થયા તે વિશે જાણકારી મેળવીએ.
અશ્વિની વૈષ્ણવ દ્વારા જાહેરાત કરવામાં આવી | Ayushman Bharat Yojna Rule Change
કાલે યોજાયેલી કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે “હવે આયુષ્યમાન ભારત યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના ભારતના નાગરિકોને પણ આવરી લેવામાં આવશે, એટલે કે હવે આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને પાંચ લાખ રૂપિયાનો મફત આરોગ્ય વીમા કવચનો લાભ આપવામાં આવશે.” તમને ખ્યાલ હશે કે પહેલા ભારતના 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં ન હતો આવતો પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ યોજના હેઠળ હવે ભારતના 70 કે તેથી વધારે ઉંમરના નાગરિકોને પણ સામેલ કરવામાં આવશે.
વરિષ્ઠ નાગરિકોને મળતા લાભ
હવે આ યોજના હેઠળ ભારતના 4.5 કરોડ પરિવારોના 6 કરોડ મોટા વડીલોને આ યોજનાનો લાભ મળશે, જે ભારતના નાગરિકો 70 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવે છે તેને આ યોજના માટેનું અલગથી કાર્ડ આપવામાં આવશે. ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ નાગરિકો કોઈ અન્ય આરોગ્ય વિમા નો લાભ લઇ રહ્યા હોય તો તેઓ આયુષ્યમાન ભારત યોજનામાં સ્વીચ કરી શકે છે.
વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મોટો લાભ એ છે કે આ યોજનામાં જોડાવા માટે તેઓની આર્થિક સ્થિતિ કે સામાજિક સ્થિતિને ધ્યાનમાં લેવામાં નહીં આવે, 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના દરેક નાગરિકને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
મિત્રો આવી જ રીતે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના એવા મહત્વપૂર્ણ સમાચાર કે જે સામાન્ય નાગરિક માટે ઉપયોગી છે તેવા દરેક સમાચારની માહિતી અમારા દ્વારા આપવામાં આવે છે તો આવા જરૂરી સમાચારની સમયસર માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો.