arogyasathi recruitment 2024 : સરકારી નોકરીની ઈચ્છા રાખતા ઉમેદવારો માટે સારા સમાચાર છે કેમ કે આરોગ્ય સાથી પર સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને જો તમે દાહોદમાં સરકારી નોકરી શોધી રહ્યો છો તો તો આ ભરતી તમારા માટે જ છે એમ સમજો, ચાલો આ ભરતી વિષેની માહિતી મેળવીએ.
દાહોદ જિલ્લામાં સરકારી ભરતી | arogyasathi recruitment 2024
નેશનલ હેલ્થ મિશન હેઠળ જિલ્લા આરોગ્ય સોસાયટી દાહોદ દ્વારા ભરતી હાથ ધરવામાં આવી છે આ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ચાલો જાણીએ કે ક્યાં ક્યાં પદ પર કેટલી જગ્યાઓ રહેલી છે.
- પ્રોગ્રામ એસોસીયેટ(ન્યુટ્રીશન) માટે 1 જગ્યાઓ ખાલી છે.
- ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (NHM) માટે 1 જગ્યાઓ ખાલી છે.
- ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (ગતીશીલ) માટે 1 જગ્યાઓ ખાલી છે.
- સી.એમ.ટી.સી સ્ટાફ નર્સ માટે 3 જગ્યાઓ ખાલી છે.
- RBSK ફિમલ હેલ્થ વર્કર માટે 12 જગ્યાઓ ખાલી છે.
- RBSK આયુષ તબીબ (પુરૂષ) માટે 6 જગ્યાઓ ખાલી છે.
- RBSK આયુષ તબીબ (સ્ત્રી) માટે 4 જગ્યાઓ ખાલી છે.
- RBSK ફાર્માશીષ્ટ માટે 16 જગ્યાઓ ખાલી છે.
- મેડીકલ ઓફિસર (NPPC) માટે 1 જગ્યાઓ ખાલી છે.
- ઓડીયોલોજીસ્ટ (NPPCD) માટે 1 જગ્યાઓ ખાલી છે.
- લેબોરેટરી ટેકનિશીયન (મલેરીયા) માટે 1 જગ્યાઓ ખાલી છે.
- લેબોરેટરી ટેકનિશીયન (NPNCD) માટે 1 જગ્યાઓ ખાલી છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 01/10/2024 થી 10/10/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે, અરજી કરવા માટે જરૂરી વિગતો નીચે આપેલ છે.
ઉમર મર્યાદા
પ્રોગ્રામ એસોસીયેટ(ન્યુટ્રીશન), ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (NHM) અને ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (ગતીશીલ) પદ પર જે ઉમેદવાર ફોર્મ ભરવા ઈચ્છે છે તેની ઉંમર 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ આ સિવાય બાકીની પોસ્ટમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉમર 40 વર્ષ કરતા વધારે ના હોવી જોઈએ.
સતાવાર જાહેરાત કેવી રીતે ડાઉનલોડ કરવી
આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ અને અલગ અલગ શૈક્ષણીક લાયકાત છે તેથી તે વિશેની વિગતવાર માહિતી માટે તમારે સતાવાર જાહેરાત જોવી પડશે તેથી સતાવાર જાહેરાત ડાઉનલોડ કરવા માટે તમારે https://arogyasathi.gujarat.gov.in વેબસાઈટ ખોલવાની છે અહી મેઇન મેનુ માં જઈ પ્રવેશ નામનો વિકલ્પ પસંદ કરવાનો છે ત્યારબાદ તમારે કરંટ ઓપનિંગ વિકલ્પ પસંદ કરવો પડશે, હવે તમારી સામે હાલ ચાલુ ભરતીનું લીસ્ટ આવી જશે અહી તમે જે પણ ભરતીનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા ઈચ્છો છો તે ડાઉનલોડ કરી શકશો.
ઉપરાંત અહીં તમને જે તે ભરતીમાં ઓનલાઇન અરજી કરવાનું ઓપ્શન પણ આપવામાં આવે છે, અહીંથી તમે દર્શાવેલી ભરતીમાં ઓનલાઇન અરજી પણ કરી શકો છો.
નોંધ : આ ભારતીય 11 માસના કરાર આધારિત કરવામાં આવી રહી છે, તેમજ અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરી લેવી અને તેમાં દર્શાવેલી તમામ વિગતોથી માહિતગાર થઈને જ અરજી કરવી.
હાલ ચાલુ ભરતી : આ સરકારી નોકરીમાં શરૂઆતમાં જ ₹30,000 પગાર મળે છે, આ સરનામે અરજી કરો
હાલ ચાલુ ભરતી વિશેની માહિતી મેળવવા માટે નીચે અંગ્રેજીમાં રિક્રુમેન્ટ ન્યૂઝ લખેલું હશે તેના પર ક્લિક કરશો એટલે હાલ ચાલુ ભરતી વિષેની માહિતી આવી જશે, ધન્યવાદ.