Apprentice vacancy in Ahmedabad: જે ઉમેદવાર મિત્રો ઓછામાં ઓછી 8 પાસની શૈક્ષણિક લાયકાત ધરાવે છે તે ઉમેદવાર મિત્રો માટે પણ સરકારી ફોટો લીધો પ્રેસ, અમદાવાદમાં એપ્રેન્ટીન્સની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે, જો તમે આ ભરતીમાં રસ ધરાવો છો તો તમારા માટે અમે અહી આ ભરતી વિષેની જરૂરી તમામ માહિતી લાવ્યા છે તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાચજો.
Apprentice vacancy in Ahmedabad
સરકારી ફોટો લીધો પ્રેસ, અમદાવાદ દ્વારા એપ્રેન્ટીન્સની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કઈ કંઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ છે તેમજ ફોર્મ કેવી રીતે અને ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ કઈ છે, તે વિશેની તમામ માહિતી અહીં આપેલ છે.
હાલ ચાલુ ભરતી : લેખિત પરિક્ષા વગર સીધી ભરતી, આ તારીખ પહેલા અરજી કરી દે જો
- બુક બાઈન્ડર માટે 6 જગ્યાઓ
- ઓફસેટ મશીન માઈન્ડર માટે 6 જગ્યાઓ
- ડેસ્ક ટોપ પબ્લીસીંગ ઓપરેટર માટે 1 જગ્યાઓ
- કોમ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ (કોપા) માટે 1 જગ્યાઓ
- પ્લેટ મેકર (લીથોગ્રાફિક) માટે 1 જગ્યાઓ
- જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ માટે 5 જગ્યાઓ
કોણ કોણ અરજી કરી શકે ?
કોઈ પણ સરકારી ભરતીમાં અરજી કરવા માટે બે બાબતોને ખાસ ધ્યાને લેવામાં આવે છે. ઉમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત. તો ચાલો શૈક્ષણિક લાયકાત વિશેની જાણકારી મેળવીએ.
- બુક બાઈન્ડર માટે ધોરણ 8 પાસ
- ઓફસેટ મશીન માઈન્ડર માટે ધોરણ 10 પાસ (વિજ્ઞાનના વિષય સાથે)
- ડેસ્ક ટોપ પબ્લીસીંગ ઓપરેટર માટે ITI પાસ (ડી.ટી.પી.ઓ.)
- કોમ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ (કોપા) માટે ITI પાસ (કોપા)
- પ્લેટ મેકર (લીથોગ્રાફિક) માટે ધોરણ 10 પાસ (વિજ્ઞાનના વિષય સાથે)
- જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ માટે બેચરલ ઓફ આર્ટસ/કોમર્સ
હવે જો ઉંમર મર્યાદાની વાત કરીએ તો 14 વર્ષથી 25 વર્ષ સુધીના ઉમેદવાર મિત્રો આ ભરતીમાં લાયક ગણાશે, આ ઉપરાંત ઉંમરમાં છૂટ છાટ પણ આપવામાં આવે છે જેના માટે સતાવાર જાહેરાત વાંચવી, જેની લિંક છેલ્લે આપેલ છે.
અરજી કયાં કરવી અને અરજી કરવા માટે છેલ્લી તારીખ
જે પણ ઉમેદવાર મિત્રો ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા મુજબ યોગ્યતા ધરાવે છે અને આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તેઓને જણાવી દઈએ કે આ ભરતી માટે ઓનલાઇન અરજી સ્વીકારવામાં નહીં આવે, અરજી કરવા માટે તમારે “વ્યવસ્થાપક, સરકારી ફોટો લીથો પ્રેસ, દુધેશ્વર રોડ, અમદાવાદ” સરનામે અરજી પહોચાડવાની રહેશે.
હવે અરજી કરવાની છેલ્લી તારીખ વિશેની માહિતી મેળવીએ તો, તમારે ઉપરના સરનામે તારીખ 01/10/2024 સુધીમાં અરજી પહોચાડવાની રહેશે.
તાલીમનો સમયગાળો અને સ્ટાઇપેન્ડ
તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઈપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ-1961 મુજબ છે.
સતાવાર જાહેરાત માટે : અહીં ક્લિક કરો
મિત્રો આવી જ રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ જો હાલ ચાલુ ભરતી વિષેની માહિતી મેળવવા ઈચ્છો છો તો તમારે નીચે recruitment news લખેલું છે ત્યાં ક્લિક કરાવાનું થશે, એટલે તમને તે વિશેની માહિતી મળી જશે, ધન્યવાદ.