AMC recruitment for lab technician and pharmacist : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે, જો તમે અમદાવાદમાં સરકારી નોકરી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે આ લેખ છેલ્લે સુધી વાંચવો જોઈએ, અહીં અમે તમને આ જાહેરાત વિશેની મહત્વપૂર્ણ જાણકારી આપીશું. તો ચાલો શરુ કરીએ…
AMC recruitment for lab technician and pharmacist
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટ ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવી છે, હાલ અરજી પ્રક્રિયા શરૂ જ છે પરંતુ અરજી કરતા પહેલા તમારે આ ભરતી વિશેની માહિતી મેળવી લેવી જોઈએ જે નીચે મુજબ છે.
- ફાર્માસિસ્ટના પદ પર ટોટલ 10 જગ્યાઓ છે.
- લેબ ટેકનિશિયન માટે પ્રતીક્ષા યાદી બનાવવા
કોણ અરજી કરી શકે ?
અરજી કરવા માટે મુખ્યત્વે બે લાયક જવામાં આવે છે, શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા. તો ચાલો સૌપ્રથમ શૈક્ષણિક લાયકાત વિશે માહિતી મેળવીએ.
- ફાર્માસિસ્ટના પદ માટે
- સરકાર માન્ય યુનિવર્સિટી માંથી ફાર્મસીની ડીગ્રી કરેલી હોવી જોઈએ અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ
- ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
- 45 વર્ષ કરતા વધારે ઉંમર ના હોવી જોઈએ
હાલ ચાલુ ભરતી : ગાંધીનગરમા સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, 30 સપ્ટેમ્બર પહેલા અરજી કરવી પડશે
- લેબ ટેકનિશિયન પદ માટે
- સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી બી.એસ.સી (કેમેસ્ટ્રી/માઈક્રોબાયોલોજી) અથવા એમ.એસ.સી. (ઓર્ગેનોકેમેસ્ટ્રી/માઈક્રોબાયોલોજી) ની ડીગ્રી કરેલ હોવી જોઈએ.
- સરકાર માન્ય સંસ્થામાંથી એમ.એલ.ટી. પાસ હોવા જોઈએ.
- 45 વર્ષ કરતા વધારે ઉંમર ના હોવી જોઈએ
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જે ઉમેદવાર મિત્રોને સંબંધિત ક્ષેત્રમાં અનુભવ હશે તથા કોમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવતા હશે તે ઉમેદવાર મિત્રોને મેરીટમાં અગ્રતા આપવામાં આવશે.
પગાર ધોરણ
પગાર વિશેની માહિતી આપતા પહેલા તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવી રહી છે, આ દરમ્યાન ફાર્માસિસ્ટ તરીકે પસંદગી પામનાર ઉમેદવારને મહિને રૂપિયા સોળ હજાર ફિક્સ પગાર આપવામાં આવશે, આ ઉપરાંત લેબ ટેકનિશિયન તરીકે પસંદગી પામનાર ઉમેદવાર અને મહિને રૂપિયા 20,000 ફિક્સ પગાર આપવામાં આવશે.
અગત્યની તારીખો
જો તમે ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા ધરાવો છો તો 23 સપ્ટેમ્બર 2024 થી 1 નવેમ્બર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશો, ઓનલાઇન અરજી કરવાની રીત નીચે આપેલી છે.
આવી રીતે ફોર્મ ભરો
- સૌપ્રથમ તમારે આરોગ્ય સાથેની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in ઓપન કરવાની થશે.
- અહીં તમારે મેન મેનુમા “પ્રવેશ” સિલેક્ટ કરવાનું થશે.
- હવે “કરંટ ઓપનિંગ” પસંદ કરો.
- અહીં હાલ ચાલુ તમારી ભરતી નું લિસ્ટ આવી જશે.
- સંબંધિત ભરતીમાં “એપ્લાય નાવ” પર ક્લિક કરી ફોર્મ ભરો.
નોંધ : ઓનલાઇન અરજી કરતા પહેલા https://arogyasathi.gujarat.gov.in પરથી ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી, આ નોટિફિકેશનમાં દર્શાવેલી તમામ જાણકારી મેળવીને જ ઓનલાઇન અરજી કરવી.
મિત્રો આવી રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી સમયસર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ હાલ ચાલુ ભરતી વિશેની માહિતી મેળવવી હોય તો તમે નીચે અંગ્રેજીમાં રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તે અંગેની માહિતી તમારી સામે આવી જશે, ધન્યવાદ.