ADC Bank Recruitment: જે ઉમેદવાર મિત્રો ધોરણ 10 પાસ અને ગ્રેજ્યુએટ છે અને તેઓ બેંકમાં નોકરી કરવા ઈચ્છે છે તો તેઓનું બેંકમાં નોકરી કરવાનું સપનું પૂરું થઈ શકે છે કારણ કે એડીસી બેંક દ્વારા સ્નાતક ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો જો તમે બેંકમાં નોકરી કરવા ઈચ્છતા હોય તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.
આ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે
અમદાવાદની એડીસી બેંક દ્વારા બે પોસ્ટ પર ભરતી કરવા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે, પરંતુ આ પોસ્ટ પર કેટલી જગ્યાઓ છે તેની માહિતી આપેલ નથી.
- ફ્રન્ટ ડેસ્ક ઓફિસર
- ઓફિસ આસિસ્ટન્ટ
શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા
જો તમારે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર બનવું છે તો તમારે ગ્રેજ્યુએશનમાં 50% કે તેથી વધારે ગુણ હોવા જોઈએ આ ઉપરાંત કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તેમજ તમારી ઉંમર 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જોઈએ તેમજ ઉમેદવાર ની ઉંમર 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
હાલ ચાલુ ભરતી : નવી સરકારી ભરતીની જાહેરાત, 03/10/2024 સુધી અરજી કરી શકશો
પસંદગી પ્રક્રિયા
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ની પસંદગી કરવા માટે એક લેખિત પરીક્ષા લેવામાં આવશે જેમાં કોમ્પ્યુટર, બેન્કિંગ, જનરલ નોલેજ તેમજ શોર્ટ નોટ વગેરે જેવા વિષયોને પ્રશ્ન પુછાશે, ટોટલ 100 માર્કનું પેપર હશે. અને આ પરીક્ષા એક મહિના બાદ લેવાય તેવી સંભાવના જણાવવામાં આવી છે.
ઓફિસ આસિસ્ટન્ટ ના પદ માટે લેખિત પરીક્ષા બાદ ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારને પસંદગી કરવામાં આવશે.
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ
જે પણ ઉમેદવારો આ નોકરી માટે ફોર્મ ભરવું છે તેઓ એ તારીખ 30/09/2024 સુધીમાં પોતાનું રીઝયુમ સતાવાર વેબસાઈટ અથવા ઓફલાઈન નિયત સરનામે સબમિટ કરવાનો રહેશે.
અરજી પ્રક્રિયા
આ બેંકમાં નોકરી કરવા માટે ઉમેદવાર ઓફલાઇન અથવા ઓનલાઇન અરજી કરી શકે છે, ઓનલાઇન અરજી કરવા માટે તમે https://www.adcbank.coop/ આ વેબસાઈટ પર તમારું રીઝયુમ સબમિટ કરી શકો છો. તેમજ ઓફલાઈન અરજી કરવા માટે તમે જાહેરાતમાં દર્શાવેલ સરનામે રીઝયુમ મોકલી શકો છો, ઓફિસિયલ નોટિફિકેશન નીચેથી મેળવી શકો છો.
ઓફિસિયલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો