Sabarkantha Recruitment 2024: સાબરકાંઠા જિલ્લા દ્વારા ભરતીની જાહેરાત, સ્નાતક ઉમેદવારો અરજી કરી શકશે

Sabarkantha Recruitment 2024: હાલ ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે એવામાં યુવાનો ઓછી સ્પર્ધા વાળી સરકારી નોકરીની શોધમાં હોય છે, જો તમે પણ ઓછી સ્પર્ધા વાળી સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે ખુશીના સમાચાર છે. ચાલો સાબરકાંઠા જિલ્લા દ્વારા જાહેર કરાયેલ આ જાહેરાતની વિગતવાર માહિતી જોઈએ.

સાબરકાંઠા ભરતી 2024 | Sabarkantha Recruitment 2024

સાબરકાંઠા જિલ્લા દ્વારા પી એમ પોષણ હેઠળ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ટોટલ 2 પોસ્ટ પર 8 જગ્યાઓની ભરતી કરવામાં આવી રહી છે. આ માટે સાબરકાંઠા જિલ્લા દ્વારા યોગ્ય ઉમેદવારો પાસેથી તારીખ 19/09/2024 સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે, ચાલો જોઈએ કે કઈ પદ પર કેટલી જગ્યાઓ છે.

બે પદ પર ટોટલ 8 જગ્યા પર ભરતી

સાબરકાંઠા જિલ્લા દ્વારા પી એમ પોષણ હેઠળ થનારી આ ભરતીમાં જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર પદ પર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

જગ્યાનું નામજગ્યા
જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર01
તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર07

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર પદ માટે

  • સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટી માંથી 50 ટકા ગુણ સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ
  • સરકાર માન્ય સંસ્થા માંથી સીસીસી નો કોર્સ કરેલો હોવો જોઈએ.
  • કોમ્પ્યુટરનું જ્ઞાન ચકાસવા માટે ભરતી કરતા પહેલા ઉમેદવારને કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે.
  • જે ઉમેદવારે એમસીએ કરેલું હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનું ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • આ ઉપરાંત સંબંધિત ક્ષેત્રમાં વધારે અનુભવ (મરજિયાત) ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે, વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર પદ માટે

  • માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ ઈન હોમ સાયન્સ/ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન/સાયન્સની ડીગ્રી.
  • કોમ્પ્યુટરનું જ્ઞાન ચકાસવા માટે ઉમેદવારને કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે.
  • વહીવટી કામગીરી મ બે થી ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • પીએમ પોષણ યોજનામાં અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

પગાર ધોરણ અને વય મર્યાદા

ઉપર જણાવેલા બંને પદમાંથી કોઈપણ પદમાં તમે નોકરી મેળવો છો તો તમને મળશે રૂપિયા 15,000 નો પગાર આપવામાં આવશે, હવે જો ઉંમર મર્યાદાની વાત કરીએ તો બંને પદમાંથી કોઈ પણ પદ પર નોકરી મેળવવા ઈચ્છો છો તો તમારી ઉંમર 18 વર્ષ થી 18 વર્ષ સુધીની હોવી જોઈએ.

હાલ ચાલુ ભરતી : ₹19,900 થી ₹1,77,500 સુધીનો પગાર આપવામાં આવે છે આ સરકારી નોકરીમા, અહીથી અરજી કરો

અરજી કેવી રીતે કરવી

આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા કરવામાં નથી આવતી, અરજી કરનાર ઉમેદવારને તારીખ 19 સપ્ટેમ્બર 2024 સુધીમાં અરજી નિયત સરનામે પહોંચી જાય તેવી રીતે પોસ્ટ દ્વારા કે રૂબરૂ મુલાકાત વગેરે કોઈપણ રીતે કરવાની રહેશે, આ ભરતી માટેની ઓફિસિયલ નોટિફિકેશન અને અરજી ફોર્મ નીચેથી મેળવી શકો છો.

ઓફિસિયલ નોટિફિકેશન અને અરજી ફોર્મ : અહીં ક્લિક કરો

ખાસ નોંધ : આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવી રહી છે ઉપરાંત સંપૂર્ણ નોટિફિકેશન વાંચીને જ અરજી કરવાની ભલામણ.

Leave a Comment