ITBP Driver Bharati 2024-25: 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, જાણો ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ

ITBP Driver Bharati 2024-25: ઇંડો તિબેટિયન બોર્ડર પોલીસ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે, આ ભરતીમાં 10 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે એટલે કે પણ ઉમેદવાર મિત્રો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે અને સરકારી નોકરીની શોધમાં છે તે ઉમેદવારોએ આ ભરતીમાં ફોર્મ જરૂર ભરવું જોઇએ, તો ચાલો હવે આ ભરતીની વિગતવાર માહિતી મેળવીએ.

ITBP કોન્સ્ટેબલ ડ્રાઇવર માટે ભરતી | ITBP Driver Bharati 2024-25

આઈટીબીપી સંસ્થા દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઇવર માટે 10 મુ ધોરણ પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, આ ભરતીમાં ટોટલ 545 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા ઇરછોં છો તો આઈટીબીપીની સતાવાર વેબસાઇટ https://recruitment.itbpolice.nic.in પર ઓનલાઇન અરજી કરી શકો છો. પરંતુ અરજી કરતા પહેલા તમારે નીચેની અગત્યની જાણકારી મેળવી લેવી જોઈએ.

ઓનલાઇન અરજી કરવા માટેની છેલ્લી તારીખ

હાલ આ કોન્સ્ટેબલ ડ્રાઇવરની ભરતી માટે હાલ ફોર્મ ભરવાની શરૂઆત થઈ નથી, ફોર્મ ભરવા માટે તમારે તારીખ 8 ઓક્ટોબર 2024 સુધી રાહ જોવી પડશે અને તારીખ 6 નવેમ્બર 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરી દેવાની રહેશે. ચાલો હવે ફોર્મ ભરવા માટેની લાયકાત વિશે માહિતી જોઈએ.

કોણ કોણ ફોર્મ ભરી શકે છે

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ ભરતીમાં મહિલાઓ ફોર્મ નહીં ભરી શકે આ ભરતી ફક્ત પુરુષો માટે જ છે, પરંતુ પુરુષો નીચેની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

અરજી કરાવનાર ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા માંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને તેની પાસે ફરજિયાત હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ.

ઉમર મર્યાદાની વાત કરીએ તો અરજદારની ઉંમર 21 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 27 વર્ષથી વધારે ના હોવી જોઈએ તેમજ સરકારના ધારા ધોરણ મુજબ માટે કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થાય છે.

કેટેગરી વાઈસ જગ્યાઓ

કોન્સ્ટેબલ ડ્રાઇવરની આ ભરતીમાં ટોટલ 545 જગ્યાઓ છે પરંતુ તેને કેટેગરી મુજબ અલગ કરીએ તો નીચે પ્રમાણે જગ્યાઓ જોવા મળે છે.

  • જનરલ માટે 209 જગ્યાઓ
  • એસસી માટે 77 જગ્યાઓ
  • એસટી માટે 40 જગ્યાઓ
  • ઓબીસી માટે 164 જગ્યાઓ
  • ઇડબલ્યુએસ માટે 55 જગ્યાઓ

અરજી ફી અને પગાર ધોરણ

જે પણ ઉમેદવાર મિત્રો એસસી, એસટી અને ઓબીસી કેટેગરીના છે તેઓ માટે અરજી ફી રાખવામાં નથી આવી તેઓ વિનામૂલ્યે ફોર્મ ભરી શકે છે જ્યારે આ કેટેગરી સિવાયના ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે ₹100 ભરવા પડશે.

હવે પગાર ધોરણની વાત કરીએ તો, પગાર પે મેટ્રિક લેવલ 3 મુજબ આપવામાં આવે છે એટલે કે ₹21,700 થી ₹69,100 માસિક પગાર આપવામાં આવે છે.

જો તમારે આ ભરતીની વિગતવાર માહિતી મેળવવી હોય તો તમે ઇંડો તિબેટિયન બોર્ડર પોલીસની ઑફિસિયલ વેબસાઈટ itbpolice.nic.in પરથી મેળવી શકો છો. હાલ આ ભરતીની વિગતવાર જાહેરાત જાહેર નથી કરવામાં આવી પરંતુ શોર્ટ નોટિફિકેશન તમે નીચેની લીંક દ્વારા ડાઉનલોડ કરી શકો છો.

હાલ ચાલુ ભરતી : વડોદરામાં 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, છેલ્લી તારીખ પહેલાં અરજી કરો

આવી જ રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી તેમજ સરકારી યોજનાઓ વિશેની માહિતી સમયસર મેળવવા અમારી સાથે જોડાયા રહો અથવા તમે ઉપર મેનુમાં જઈ નવી સરકારી ભરતી અને યોજનાનો વિશે માહિતી મેળવી શકો છો.

Leave a Comment