PM Internship Scheme : ભણતા ભણતા મહિને આટલા રૂપિયા કમાવી શકો છો આ યોજના દ્વારા, જાણો અરજી કરવાની તારીખ

PM Internship Scheme : પ્રધામંત્રી ઇન્ટર્શિપ યોજના દ્વારા જે પણ વિદ્યાર્થીઓ 10 પાસ છે તેઓ ઇન્ટર્શીપમાં ભાગ લઈ મહિને 5000 રૂપિયા કમાણી કરી શકે છે, આ યોજના દ્વારા વિદ્યાર્થીને ભારતની ટોપ 500 જેટલી કંપનીઓ ઇન્ટર્શીપ આપશે. જો તમે પણ ધોરણ 10 પાસ છો અને આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તમારે આ યોજના વિશે જાણકારી હોવી જોઈએ જે નીચે મુજબ છે.

PM Internship Scheme | પ્રધામંત્રી ઇન્ટર્શિપ યોજના

આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે ભારતના યુવાનો પોતાના ક્ષેત્રની બેસ્ટ કંપની પાસેથી ઇન્ટર્શિપ મેળવીને પોતાની કુશળતાના વધારો કરે, આ યોજનામાં વધુમાં વધુ યુવાનો ભાગ લે તે માટે કેન્દ્ર સરકાર ઇન્ટર્શિપ લેનાર યુવાનને મહિને 5,000 રૂપિયા પણ આપે છે.

આ યોજના દ્વારા 5 વર્ષમાં ભારત દેશના એક કરોડ યુવાનોને ઇન્ટર્શિપ આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે એટલું જ નહીં આ યોજના માટે સરકાર દ્વારા 800 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે.

ફોર્મ ક્યારે ભરાશે ?

જે પણ યુવાનો આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય લાયકાત ધરાવે છે તે ઉમેદવારો 12 ઓક્ટોબરથી https://pminternship.mca.gov.in/ આ વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે, ત્યારબાદ 27 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી આ યોજના માટે પસંદગી પ્રક્રિયા ચાલશે અને આ પસંદગી પ્રક્રિયાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 ડિસેમ્બરથી જ પસંદગી પામેલા ઉમેદવારોને ઇન્ટર્શિપની શરૂઆત થઈ જશે.

આ રાજ્યોમાં ઇન્ટર્શિપ આપવામાં આવશે

હાલ PM Internship Scheme યોજના હેઠળ ગુજરાત સહિત તેલંગણા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ઇન્ટર્શિપ આપવાની સુવિધા ઉપલબ્ધ છે.

કોણ ફોર્મ ભરી શકે

  • આ યોજનાનો હાયર એજ્યુકેશન કરતા યુવાનો લાભ મેળવી શકશે નહીં.
  • જે યુવાનના કુટુંબની આવક 8 લાખ રૂપિયા થી વધારે હોય તે આયોજનનો લાભ મેળવી શકતા નથી.
  • પરિવારમાં જો કોઈ સરકારી નોકરિયાત હોય તો તે પણ આ યોજનાનો લાભ નહીં મેળવી શકે.
  • જે યુવાનો ફૂલ ટાઈમ જોબ કરી રહ્યા છે તેઓ પણ આ યોજનાનો લાભ નહીં મેળવી શકે.
  • ઉમેદવાર 10 પાસ હોય તો જ આ યોજનાનો લાભ મળશે.
  • ઉમેદવારની ઉંમર 21 વર્ષ થી 24 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • આ ઉપરાંત ઉમેદવાર પાસે જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ.

આશા રાખું છું કે તમને આ યોજના વિશેની જરૂરી માહિતી મળી ગઈ હશે જો તમે આ યોજનામાં રસ ધરાવો છો તો જરૂર 12 ઓક્ટોબરે https://pminternship.mca.gov.in/ વેબસાઈટ પર જઈ ફોર્મ ભરી દે જો, પરંતુ ધ્યાન રાખજો કે ઉપરની લાયકાત ધરાવતા હોવા જોઈએ, ધન્યવાદ.

Leave a Comment