Staff Nurse Recruitment 2024: સ્ટાફ નર્સની ભરતી કરવા માટે જાહેરાત કરાઈ, જાણો અરજી કરવાની તારીખ

Staff Nurse Recruitment 2024 : જે પણ ઉમેદવારો સરકારી સ્ટાફ નર્સ બનવા ઈચ્છે છે તે ઉમેદવારો માટે સારા સમાચાર છે કેમ કે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ દ્વારા જાણકારી સ્ટાફ નર્સની આગામી ભરતી અંગેની જાણકારી આપવામાં આવી છે, તો ચાલો જાણીએ કે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ દ્વારા શું જાણકારી આપવામાં આવી.

5 ઓક્ટોબરેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

જે પણ ઉમેદવાર મિત્રો સ્ટાફ નર્સના પદ માટે યોગ્ય લાયકાત ધરાવે છે તે ઉમેદવાર મિત્રો 5 ઓક્ટોબરેથી જ આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે, ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓજસ વેબસાઈટ પર જ ઓનલાઇન હશે.

1903 સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ટોટલ 1903 જગ્યાઓ પર સટફ નર્સની ભરતી કરવામાં આવશે, તો જે ઉમેદવાર આ ભરતીમાં રસ ધરાવે છે તે ઉમેદવારો આવતીકાલથી જ ઓનલાઇન અરજી કરી શકશે.

એટલા સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે

સામાન્ય રીતે કોઈ પણ સરકારી ભરતી પ્રકિયા પૂર્ણ થવામાં ઘણો સમય લાગતો હોય છે, એમાં પણ ગુજરાતમાં ઘણાં વિરોધ થયા બાદ ભરતીઓ થાય છે પરંતુ આ સ્ટાફ નર્સની ભરતીમાં 6-8 મહિનામાં પૂર્ણ થઈ જશે, એવું જાહેર કરવામાં આવ્યું છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ભરતી વિષેની વિગતવાર નોટીફિકેશન આવતીકાલે એટલે કે 5 ઓક્ટોબરે જ જાહેર થશે, જેમાં જરૂરી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા તેમજ ભરતીમાં નિયમો વગેરે જેવી માહિતી આપેલી હશે.

જો તમે હાલ ચાલુ સરકારી ભરતી વિષેની માહિતી મેળવવા ઈચ્છો છો તો તમારે નીચે અંગ્રેજીમાં રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તે અંગેની માહિતી મળી જશે, તેમજ આ માહિતી તમને ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કર જો, ધન્યવાદ.

Leave a Comment